નવી ર્જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટન ઉદાર દાતા નોશીર ગોટલા એમ કહે છે: ‘પારસી – તારૂં બીજું નામ સખાવત છે!’

18મી ઓકટોબર, 2020ની સવારે, મુંબઇની ડુંગરવાડી નવી જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટક કરવામાં આવ્યું હતું ઉદાટનમાં હાજર વર્તમાન અને ભૂતપૂર્વ બી.પી.પી. ટ્રસ્ટીઓ, કેરસી રાંદેરિયા, વિરાફ મહેતા, ખોજેસ્તે મીસ્ત્રી, અરનવાઝ મીસ્ત્રી, દિનશા તંબોલી અને અનાહિતા દેસાઈ અને અન્ય સહિતના સમાજના કેટલાક આદરણીય વ્યક્તિત્વ હાજર હતા, આદરણીય નોશીર ગોટલા, જેમણે એકલા હાથે બંને ભાભા બંગલીના નવીનીકરણ માટે ચૂકવણી કરી હતી જેનું નિર્માણ 1928માં થયું હતું.
પવિત્ર ડુંગરવાડીની શાંતિપૂર્ણ વાતાવરણની વચ્ચે નોશીર ગોટલા અને તેમની પત્ની કેટી ગોટલાએ તેમના દાનના સ્મરણાર્થે તકતીનું અનાવરણ કર્યુ હતું. બી.પી.પી.ના ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ તેમના સારા કામની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સમુદાયની સેવામાં પોતાની બચતમાંથી આ મોટી રકમનો ફાળો આપનારા આવા વ્યક્તિઓ મળવાનું દુર્લભ છે. તેઓ ખરેખર
ધન્ય છે.
નોશીર ગોટલાનો પરિચય આપતાં અનાહિતા દેસાઈએ વખાણ કરતાં કહ્યું કે, પાછલી સદીમાં, આપણે પારસી શેઠિયાઓને જોયા છે જેમણે પોતાના અંગત ભંડોળમાંથી આવા ધર્માદામાં કામ કર્યા હતા.
ખરેખર, નોશીર ગોટલા એક પ્રતિષ્ઠિત અને સરળ ‘સામાન્ય માણસ’ તરીકે આવ્યા તેમની પોતાની વ્યક્તિગત બચતમાંથી 47 લાખ દાનમાં આપ્યા અને તે પ્રોજેકટના દરેક પગલામાં સક્રિયપણે ભાગ લેતા હતા અંતિમ સંસ્કારમાં આવેલ મૃતકના સંબંધીઓના ઉપયોગ માટે આ બધું કર્યુ હતું.
ડુંગરવાડીના આદરણીય અને ખૂબ મદદગાર મેનેજર વિસ્તાસ્પ કાવસ મહેતા અને તેમની સંપૂર્ણ ટીમ, નવીનીકરણની સમગ્ર પ્રક્રિયાના સરળ અને કાર્યક્ષમ સંકલનને સુનિશ્ચિત કરવા, સમગ્ર પ્રક્રિયા દ્વારા ખૂબ સહકાર આપતા હતા.
આજના સમયમાં, જ્યાં સ્વાર્થ એક સર્વાધિક ઉચ્ચ સ્તર પર પહોંચ્યો છે, તે જાણવું ખરેખર પ્રેરણાદાયક હતું કે ગોટલા દંપતી કેવી રીતે સરળ જીવન અને ઉચ્ચ વિચારસરણીનું પ્રતીક બની ગયું હતું. નોશીર ગોટલાનાં વતન, પારડી ખાતે વરિષ્ઠ નાગરિકો માટે એક તબીબી ઘર – હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટને 1.11 કરોડ રૂપિયા દાન પણ આપ્યાં છે. અન્ય નોંધપાત્ર યોગદાનમાં વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર બ્લાઇન્ડ (તારદેવ, મુંબઇ) અને કોન્ટ્રાક્ટર ચાલ (ભાયખલા, મુંબઈ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. 1 – 2 લાખ, જેનો તેઓએ વિવિધ શાળાઓ, સંસ્થાઓ, અગિયારી અને હોસ્પિટલોમાં ફાળો આપ્યો છે.
સમુદાય વતી, પારસી ટાઇમ્સ આ નિપુણ અને પરોપકારી દંપતીનું સંપૂર્ણ હૃદયપૂર્વક પ્રશંસા કરે છે અને આભાર માને છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *