ઉધાર!

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમ ને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિ ને પૂછતી કે ‘ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા ‘શેઠજી! અમે આ જન્મમાં તમારૂ ઉધાર ચુકવીશું.’ અને કેટલાક લોકો જે વધુ અસ્પષ્ટ અને અપ્રમાણિક હતા, તેઓ કહેતા કે ‘શેઠજી! અમે આવતા જન્મમાં તમારૂ ઉધાર ચુકવીશું.’ અને તેમની ચાતુર્યથી, તેઓ મનમાં ને મનમાં ખુશી થતા અને કહેતા કે આ ‘શેઠ કેવા મૂર્ખ છે! તે આવતા જન્મમાં ઉધાર ચુકવવાની અપેક્ષા રાખે છે.’ આવા લોકો મુનીમને અગાઉથી કહી દેતા કે તેઓ આગલા જન્મમાં તેનું દેવું પાછું આપશે મુનીમ ક્યારેય કોઈને પૂછતા ન હતા અને જે કહે તે ચોપડામાં લખી લેતા.
એક દિવસ એક ચોર પણ શેઠજી પાસે ઉધાર માંગવા આવ્યો. તે જાણતો હતો કે શેઠ આગલા જન્મ માટે ઉધાર આપે છે. જો કે, તેનો ઉદ્દેશ ઉધાર લેવા કરતાં શેઠની તિજોરી જોવાનો હતો. ચોરે શેઠને કેટલાક પૈસા ઉધાર લેવા કહ્યું, શેઠે મુનીમ ને બોલાવ્યા અને તેને ઉધાર દેવા કહ્યું. મુનીમે ચોરને પૂછ્યું – ‘ભાઈ! તું આ જન્મમાં કે પછીનાં જન્મમાં પાછા આપીશ?’ ચોરે કહ્યું હું આ રકમ પછીના જન્મમાં પરત આપીશ. મુનીમે તિજોરી ખોલીને તેને લોન આપી. ચોરે પણ તિજોરી જોઇ લીધી અને નિર્ણય કર્યો હતો કે તે આજ રાત્રે આ મૂર્ખ શેઠની તિજોરી ઉડાવી દેશે. તે રાત્રે શેઠના ઘરે પહોંચ્યો અને ભેંસના તબેલામાં છુપાઇને શેઠના સુવાની રાહ જોય રહ્યો હતો અચાનક ચોરે સાંભળ્યું કે ભેંસ એકબીજાની વચ્ચે વાત કરે છે અને તે ચોર ભેંસની ભાષાને બરાબર સમજી શકે છે. એક ભેંસે બીજી ને પૂછ્યું ‘તું આજે આવી ગય છો બહેન!’ ભેંસએ જવાબ આપ્યો ‘હા, હું આજે શેઠના ઘરે આવી છું, શેઠજીને પાછલા જન્મનું ઉધાર ચૂકવવાનુ છે અને તુ અહીં કેટલા સમય થયા છો?’ પહેલાંની ભેંસ બોલી ‘હું ત્રણ વર્ષ થયા અહી છું, બહેન! મેં આગલા જન્મમાં પાછા આવવાનું કહીને શેઠજી પાસેથી લોન લીધી. જ્યારે મેં શેઠ પાસેથી ઉધાર લીધા પછી મરી ગયો હું ભેંસ બનીને શેઠના તબેલામાં આવી હવે હું દૂધ આપીને તેનું દેવું ચુકવી રહી છું. લોનની રકમ પૂર્ણ થાય ત્યાં સુધી હું અહીં રહીશ.’ જ્યારે તે ચોરે
ભેંસની વાત સાંભળી ત્યારે તેના હોશ ઉડી ગયા અને ત્યાં બંધાયેલી ભેંસ તરફ નજર કરી. તેણે સમજી લીધું કે ઉધાર ચુકવવુ તો પડશે, પછી ભલે તે આ જન્મમાં હોય કે પછીના જન્મમાં તે શેઠના ધરે જઈ ને તેણે લીધેલી લોન પરત કરી અને તેનું નામ રજિસ્ટરમાંથી કઢાવી નાખ્યું.
આપણે બધા આ દુનિયામાં આવીએ છીએ કારણ કે આપણે કોઈની પાસેથી લેવાનું છે તો કોઈને આપણે દેવાનુ છે આ રીતે, આપણે દરેકને લેણ દેણમુજબ ચુકવણી કરવી પડશે. આ ઉધાર ચૂકવવા માટે, કોઈ આ દુનિયામાં પુત્ર તરીકે આવે છે, કોઈ પુત્રી તરીકે આવે છે, કોઈ પિતા તરીકે આવે છે, કોઈ માતા તરીકે આવે છે, કોઈ પતિ તરીકે આવે છે, કોઈ પત્ની તરીકે આવે છે, કોઈ પ્રેમી તરીકે આવે છે કોઈ ગર્લફ્રેન્ડ તરીકે આવે છે, કોઈ મિત્ર તરીકે આવે છે, કોઈ શત્રુ તરીકે આવે છે, કોઈ પાડોશીની જેમ આવે છે અને કોઈ સબંધી તરીકે આવે છે. તો દુખ હોય કે સુખ, દરેકને હિસાબ તો આપવો જ પડશે. આપણને કોઇ દુખ આપે તો સમજવાનુ કે ગયા જન્મનું લેણુ આપે છે અને આપણી કોઇ સેવા કરે તો સમજવાનુ કે ગયા જન્મનું દેણું આપે છે માટે આ જન્મમા કોઇ ને દુખ આપવુ નહી અને કોઇ પાસે ઉધાર લેવુ નહી, નહીતર આવતા જન્મમા તે ચુકવવુ તો પડશે.

Similar Posts

  • Your Monthly Numero-Tarot

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot Readings, based on your birth month.[/otw_shortcode_info_box] January (Lucky Number – 8; Lucky Tarot Card – Strength): Confidence is the key to success. Learn to fight for your rights. Be practical. Follow your intuition. Do not give up trying to search the right path to…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 March – 11 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 14મી એપ્રિલ સુધી શુક્રની દીનદશા ચાલશે. તમે તમારા મોજશોક ઓછા નહીં કરી શકો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા મિત્ર કે પાર્ટનર મળવાથી ખુશ થશો. મનગમતી વસ્તુ મેળવવા માટે એકસ્ટ્રા કામ…

  • |

    Don’t Leave Me Alone!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Shirin Merchant is India’s pioneering Canine Behaviourist and Trainer. For the past 25 years, she has worked hard to ensure that dogs in India are trained using reward-based methods.  [/otw_shortcode_info_box] A year ago, when the pandemic struck, it changed our lives and those of our dogs’ too. We were all stuck at…

  • XYZ Holds ‘FITASTIC 2020’

    On 11th October, 2020, XYZ (Xtremely Young Zoroastrians), organised another virtual competition based on Fitn ess with over 120 participants, from not just Mumbai and India, but also from Singapore and Karachi! It started with an exercise routine in the Elimination Round, which consisted of different exercises and difficulty levels across three age groups of…

  • In The Spotlight: URVAZI KOTWAL

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] In the news for her pivotal role in the hit ongoing web series – Flesh (ErosNow) – actor and model – Urvazi Kotwal has received much appreciation for her role by the masses and the critics. Parsi Times shares a tête-à-tête with Urvazi in our column, ‘In The Spotlight’, which cheers for…