શુક્રાનાની પ્રચંડ શક્તિ

શુક્રાના અથવા કૃતજ્ઞતા એટલે આભાર અને કૃતજ્ઞતાની માંગ છે કે આપણે પોતાની જાતમાં, બીજામાં, દુનિયામાં અને જીવનમાં સારા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અધિકૃત સંબંધો અને સારા સંબંધો ફક્ત કૃતજ્ઞતાને કારણે રચાય છે અને પોષાય છે. આપણે કંઈ પણ લીધા વિના આભાર માનીયે છીએ. આપણે સકારાત્મક માનસિક-વળાંક લઈએ, ત્યારે આપણે દરરોજ સવારે ઉઠીને (કોઈની મદદ વગર) આભારી હોઈએ છીએ, ચાના પ્રથમ કપ માટે અને બારી પર કલબલાટ કરતા પંખીઓના અવાજ માટે આપણે આભારી છીએ, આપણે આપણી આજુબાજુના જીવંત જીવન, આકાશ, સૂર્યના પ્રથમ કિરણ, ઝાડ, ઘાસ, ફૂલો માટે આભારી છીએ.
માનવ મન જટિલ છે. બાહ્ય-અવકાશને જીતવા કરતા આપણા પોતાના આંતરિક-અવકાશને સમજવું વધુ પડકારજનક છે. મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, દવા અને આધ્યાત્મિકતા – ન્યુરોસાયન્સ અને દવા બતાવે છે કે કૃતજ્ઞતા આપણા હૃદયના ધબકારાને ધીમા કરે છે, શરીરની આંતરિક પ્રણાલીને હળવા કરે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેથી આપણી સુખાકારીની ભાવનામાં વધારો થાય છે. તે નર્વસ સિસ્ટમની પ્રવૃત્તિને ધીમું કરે છે અને આપણને આરામ આપે છે.
કેટલાક લોકો તેમના જીવનસાથી, બાળકો, મિત્રો અથવા નોકરી વિશે બડબડાટ કરતાં હોય છે જેના માટે તેઓએ આભાર માનવો જોઈએ. કૃતજ્ઞતા પર નિબંધમાં જ્હોન બ્રુગાલિતા લખે છે કે, ‘હું કોઈ પણ આશ્રય, કોઈપણ ભોજન અથવા પાણીનો ઘૂંટ, કોઈપણ મૈત્રીપૂર્ણ હાવભાવ અને સહાયની ઓફર અથવા તો કોઈ અન્ય વ્યક્તિની સમજણનો સંપર્ક કરવા માટે હંમેશા આભારી રહી શકું છું.’ ભોજન પહેલાં, ખ્રિસ્તીઓ કહે છે, ‘અમે જે પ્રાપ્ત કર્યુ તેના માટે ભગવાનનો આભાર,’ અને આપણે કહીએ છીએ ‘ખોદાયજીના શુક્રાના’ જાપાનીઓ કહે છે ‘ઇટડાકીમાસુ’, જેનો અર્થ છે – ‘હું નમ્રતાપૂર્વક અને આભારી છું કે આ ખોરાક પ્રાપ્ત કરું છું અને જેઓ તેને ઉગાડવામાં, સેવા આપી રહ્યા છે તેમના હાથનો આભાર માની આર્શિવાદ આપે છે. હું આ લેખ વહન કરવા માટે મારા સંપાદકને તથા વાંચકોને વાંચવા માટે ‘ઇતાદકીમસુ’ કહીને આ પેરાનો અંત લાવીશ.
એક વ્યક્તિગત નોંધ પર, મારા બપયજી સવારથી રાત સુધી કૃતજ્ઞતાનો સતત આહાર લેતા હતા, જીવનના દરેક દિવસ સમૂહ-પીઠ, મુશ્કેલીઓ અને દુર્ઘટનાઓ હોવા છતાં એક આશાવાદી, તેના મોટાભાગના સમકાલીન લોકોની જેમ, તેણીએ ક્યારેય તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરી ન હતી અને વાયએમસીઅમાં ટેનિસ માટે, સવાર સાંજ કલાક ચાલતા અન્ય લોકોની થોડી મદદ લઇને આખા કુટુંબ માટે રસોઈ બનાવતા તેઓએ વ્યસ્ત અને ઉત્પાદક જીવનની જીંદગી જીવી હતી. તે પુસ્તકો, નાટકો, ચલચિત્રો, સંગીત, મિત્રોને મળવાનું અને બાળકની ખુશી સાથે સર્કસ જવાનું પસંદ કરતા હતા. તેમના સુખી આહારનું રહસ્ય છે, તે ક્ષણ-ક્ષણ આભાર માનતા હું તેણીનું કહેવું સાંભળી શકું છું – કેવો મનોહર દિવસ, મનોરમ તડકો, મનોરમ વરસાદ અને અવિશ્વસનીય રીતે શુક્રાના – જાદુઈ શબ્દ! કૃતજ્ઞતાનું વલણ રાખો ‘શુક્રાના’ કહો આગલી વખતે જ્યારે તમને ઉંઘ ન આવે, ત્યારે તમારા આશીર્વાદો ગણો અને તમે નવા જન્મેલા બાળકની જેમ સૂઈ જશો !!

 

Similar Posts

  • દોષ આપણાં તારાઓમાં નથી!

    જરથોસ્તીઓની નજરે જ્યોતિષ વિદ્યા: પ્રચલિત જરથોસ્તીઓના ગ્રંથો સુચવે છે કે જ્યોતિષ વિદ્યા પ્રાચીન જરથોસ્તી અને તેમના પાદરી માગી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. મુખ્યત્વે ઐતિહાસિક અને કાલ્પનિક સમયને માપવાની એક પધ્ધતિ તરીકે. તેઓએ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ ઈતિહાસમાં તારીખ ઘટનાઓના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. માગીઓએ ચક્રીય ઘટનાઓની આગાહી કરવા માટે જ્યોતિષવિદ્યાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમ…

  • Your Moonsign Janam Rashi This Week –
    29th February – 06th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ છે. ત્યાં જવાથી મનને શાંતિ તથા નાણાકીય ફાયદો પણ મળશે. બીજાના મદદગાર બની શકશો. તમારી મનપસંદ વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 29, 1, 3, 4 છે….

  • The Healing Power Of Sleep

    Shakespeare recognised the remarkable recuperative, curative and invigorating properties of sleep. To him, sleeplessness was one of the greatest curses of man, it put one out of harmony with nature, ruining both body and mind. Fifteen hundred years before Shakespeare, in ancient Greece, sick people were brought to the temple of Morpheus, the God of dreams, and left there overnight to recuperate. In the tradition of…

  • Gourmet Garnish: It’s Oil Right!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi celebrations are synonymous with a good spread of delicious food. In fact, for most of our foodies (and most of us are foodies!), food itself is good enough reason to celebrate! Little surprise then, that we elevate this gourmet celebration into an evolved epicurean experience! PT Writer, Razvin Namdarian engages in…

  • પૂનાવાલાએ પુત્રોના નવજોત સમારોહની ઉજવણી કરી

    તાજેતરમાં, પૂનાવાલાએ સાયરસ અને ડેરિયસના સંયુક્ત નવજોત સમારોહની ઉજવણી કરી જે આદર અને નતાશા પૂનાવાલાના બાળકો છે જે પરિવાર માત્ર આપણા સમુદાય અને રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક હોવાને કારણે ખૂબ જ ગૌરવ લાવે છે. (એસઆઈઆઈ) ડો. સાયરસ પૂનાવાલા 1966 માં, અને આજે રસીના નિર્માતામાં વૈશ્ર્વિક નેતા…