સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125માં વરસની શુભ સાલગ્રેહની ઉજવણી

29મી જાન્યુઆરી, 2021માં, સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. સોથી વધુ હમદિનોેએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. વડા દસ્તુરજી સાહેબની સહાયથી કાવ્યાની ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. બધા હમદીનોએ ઝંડાને સલામી આપી અને માન આપ્યું હતું.
સગનની સેવ, ચાસ્ની અને લાઈટ રિફ્રેશમેન્ટ બધા ઉપસ્થિતોને પીરસવામાં આવ્યું હતું, હમદીનોએ પાદશાહ સાહેબના આશીર્વાદ મેળવીને ખુશી સાથે વિદાય લીધી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *