જીવનની પુન:પ્રાપ્તિ સાથે નવરોઝનુ આગમન

કેટલીકવાર આપણે આપણી પોતાની પીડામાં એટલા ફસાઇ જઈએ છીએ કે આપણે આ બધામાંથી છૂટકારો મેળવી શકતા નથી. છેલ્લાં બે વર્ષ મારા માટે એક સમાન રહ્યા છે. હકીકતમાં, મેં બાળપણથી જ આખી દુનિયા જોઈ છે કે હું મારી જાતને નાના તોફાનોથી ડરવાનું ના પાડું છું, પરંતુ નિયતિએ તેને મંજૂરી આપી ન હતી. આટલું મોટું સંકટ મને પડ્યું કે મેં ફક્ત મૃત્યુ વિશે જ વિચાર્યું. મારું માનસિક
સ્વાસ્થ્ય એટલું ખરાબ હતું કે હું મારી જાતને પણ ઓળખતી નહોતી. મેં એક મનોવૈજ્ઞાનિક ડોકટરની સલાહ પણ લીધી, પણ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને હું ભાંગી પડી, પણ અશો જરથુસ્ત્ર, તેઓ મને આ રીતે તકલીફમાં કેવી રીતે છોડી શકે? રૂસીના ગુજર્યાના મહિના પછી શનિવારે પારસી ટાઈમ્સ ઘરે આવ્યું મને વાચનનો શોખ નહીં. પરંતુ અમથા પારસી ટાઈમ્સના પાના ફેરવ્યા. રીલીઝીયસ પેજ પર ડેઝી નવદારનો લેખ વાંચ્યો. અને તેમનો તે લેખ વાચી મને આશા મળી. બધી ચિંતાઓ પરવરદેગારના માથા પર છોડી દીધી હતી. હું ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી.
કરોનાએ તો મારી આખી જીંદગીજ ખતમ કરી નાખી હતી. રૂસી સાથે લગ્ન કરી મને પાંચ વર્ષ થયા હતા. મારો નાનો પરિવાર, હું-રૂસી અને તેના માય, બાવા. એક સુખી કુટુંબ. ઉદવાડામાં રહેતા એક નાના પારસી પરીવારમાં જન્મેલી હું ઝરીન શ્રોફ. માય બાવાએ ભણાવી ગણાવી મોટી કરી મુંબઈમાં રહેતા રૂસી સાથે મને વાજતે ગાજતે પરણાવી.
મારો રૂસી મને ખુબ પ્રેમ કરતો તેમ તેના માય-બાવા પણ મને ખુબ લાડ લડાવતા. હું જાણે કે તેમની દીકરી હોઉ તેમ વહાલ કરતા. રૂસી એક બેન્કમાં નોકરી કરતો. ત્રણ વરસ પછી મે એક બેબીને જન્મ આપ્યો. અમારૂં ફેમીલી હવે સંપૂર્ણ ફેમીલી હતું. અમારી રોશની બે વરસની થઈ.
નવરોઝ ઉજવ્યું અને કરોના શરૂ થયું લાગ્યું નહોતું કે આ બીમારી આટલી મોટી ચાલશે. થોડા સમય પછી રૂસીની બેન્ક નજીકમાં હોવાથી તેણે કામ પર જવાનું શરૂ કર્યુ. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પન રૂસીને કરોના થયું અને મારો રૂસી 11મે દિવસે ગુજરી ગયો. મેં વિચાર્યુ પણ નહોતું કે મને આ દિવસ જોવો પડશે. લગનને હજુ પાચ વરસ પૂરા થયા અને રૂસી મને એકલી મૂકી જતો રહ્યો. રૂસીના માયબાવાની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.
દિવસોના મહિનાઓ થયા પણ રૂસી મારાથી કેમે કરી ભુલાતો નહોતો. મારા સસરા મને સાંત્વના આપતા. પણ મેં તો જાણે જીવવાની આશા જ છોડી દીધી હતી.
સસરાનું પેન્શન આવતું એટલે પૈસાની એટલી મુશ્કેલી નહોતી. પણ મારા મનને શાંતિ જ નહોતી. હું માનસિક રીતે બીમાર થવા લાગી. ઉદવાડામાં રહેતી હોવાથી પાક દાદાર પર ભરપુર વિશ્ર્વાસ. આજે હું જીવતી છું કદાચ દાદાર પરના મારા વિશ્ર્વાસને લીધે. મારી બેબી રોશનીના લીધે, માયબાવા જેવા સાસુ સસરાને લીધે.
આજે હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છું. ભણેલી હોેેેેેવાથી અને પરવરદેગારમાં વિશ્ર્વાસ હોવાથી મને રૂસીની જગ્યાએ નોકરી મળી ગઈ. પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરીને જીવવાનું શીખી. આજે ફરી એક નવી આશા અને પુનપ્રાપ્તિના ધ્યેય સાથે મે જીવવાનું ફરી શરૂ કર્યુ. ફરી નવરોઝ આવી રહી છે ચાલો આપણે આપણા દુ:ખને ભુલી સાજા થઈએ અને નવી આશાઓ સાથે નવરોઝનુ આગમન કરીયે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *