કરાચીની બીવીએસ પારસી સ્કુલ જમશેદી નવરોઝની યાદ અપાવે છે

આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી
પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો.
ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા મઝદાના આશીર્વાદ મેળવવા હિરજીભોય દર-એ-મેહેરની મુલાકાત લીધી હતી. પાછા ફર્યા પછી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્તુઓ અને વાનગીઓથી નવરોઝ હફ્ટ-સીન ટેબલને શણગાર્યુ હતું.
ઉજવણીની શરૂઆત, શાળાના ધર્મગુરૂ, એરવદ રોહિન્ટન મિરઝાંએ દરેકના સારા સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓએ ગુલાબ જળ છંટકાવ કર્યો અને સુંદર સુશોભિત ટેબલ જોવા આવેલા બધાને જણાવ્યું ગુલાબ જેવા પમરતા રહેજો, આરસી જેવા ચમકતા રહેજો. સામાજિક અંતરની ફરજિયાત આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, કોઈએ હાથ મિલાવ્યા નહીં અથવા એકબીજાને ગળે લગાડવાને બદલે કોણીથી આનંદદાયક અભિવાદન કર્યુ.
પાછલા વર્ષોમાં, બીવીએસ પારસી હાઇસ્કુલનું બેન્ડ અને વિદ્યાર્થીઓ બીએમએચ પારસી જનરલ હોસ્પિટલ અને અરમાન હાઉસના વડીલો અને રહેવાસીઓને આનંદ મળે તે માટે જતા હતા પરંતુ આ રોગાચાળાને લીધે શક્ય ન બન્યું. અહુરા મઝદા હંમેશાં આપણને આશીર્વાદ આપતા રહે!
ઉજવણી તમને નીચેની લિંક પર જોઈ શકો છો.

Similar Posts

  • Film Review: Tubelight

    After ‘Bajrangi Bhaijaan’ in which the Kabir Khan-Salman Khan film had overtones of Indo-Pak amity, the duo now train their sights on our Eastern neighbour. Jagatpur, in Kumaon, is the abode of Laxman Singh Bisht (Salman Khan) and younger brother Bharat (real-life brother Sohail). Laxman is derisively called ‘tubelight’ — the Indian connotation for a…

  • આદર: આપણા પવિત્ર આતશનું સ્મરણ

    આદરનો પવિત્ર મહિનો ઊર્જાનો સ્ત્રોત અને અંધકાર દૂર કરનાર આતશું સ્મરણ કરે છે. સર્વોચ્ચ દિવ્યતા અથવા સર્વ સૃષ્ટિનો સ્ત્રોત માનવ આંખ માટે અદ્રશ્ય છે અને સામાન્ય માનવ મન માટે અકલ્પ્ય છે. જો કે, આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને મન દિવ્યતાની કલ્પના અથવા અનુભવ કરી શકે છે; કારણ કે આતશનું કોઈ શરીર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th February – 05th March, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર જાણવા મળશે. નાની મુસાફરી કરી શકશો. તમારા કામ સાથે બીજાના કામ પૂરા કરવામાં મદદગાર થશો. 13મી એપ્રિલ સુધી મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તબિયતમાં સારો સુધારો…

  • Caption This! – May 13, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 17th May, 2017. . . . . .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Please baddha shaant thai jao!! Gambhar ardha kallaak pachhi start thase!” – by Ziyana Khosravi Patel