એક્સવાયઝેડ કરાચીના અરદેશીરર્સ એસિસના ફન ઈવેન્ટસ

એકસવાયઝેડના કરાચી પ્રકરણનો આંતરરાષ્ટ્રીય જૂથ અરદેશીરર્સ એસિસ, તેના નવા જૂથોમાંનો એક છે, જે લોકડાઉન દરમિયાન, જુલાઈ 2020માં, થયો હતો. આ નાના પણ ઉત્સાહી જૂથે ટૂંકા ગાળામાં કેટલીક મનોરંજક અને આશ્ચર્યજનક ઘટનાઓનું આયોજન કર્યું છે! ડિસેમ્બર 2020માં, અરદેશીરર્સ એસિસએ ક્રિસ્મસ હેમ્પરનો પ્રોજેકટ હાથ ધર્યો હતો, ક્રિસમસ હેમ્પરમાં મનપસંદ ટ્રીટની વસ્તુઓ ભેટ આપીને તેમના ગ્રેન્ડ પેરેન્ટસ અને વરિષ્ઠ સંબંધીઓ અને પડોશીઓને આશ્ચર્યજનક રીતે ખુશ કર્યા હતા. હાથથી બનાવેલા શુભેચ્છા કાર્ડ અને અંગત વિતરણે સિનિયરોનેે ખુબ ખુશ કર્યા હતા.
કરાચી અને વિદેશમાં વસતા કરાચી જરથોસ્તીઓ વચ્ચે, અરદેશીરર્સ એસિસ મન્થલી ન્યુઝલેટર ઓનલાઈન પણ મોકલે છે. તેમાં બાનુ મંડળ વેબસાઇટ તથા ટીમ એકસવાયઝેડ અને અન્ય ઇન્ટરગ્રુપમાં કરવામાં આવેલ કેટલીક પ્રવૃત્તિઓ ફોટા સાથે મોકલવામાં આવે છે.
27મી માર્ચ, 2021 ના રોજ, 32 બાળકો, 5 સ્વયંસેવકો અને થોડા નિષ્ણાત પતંગ ચગાવનાર પેરેન્ટસોએ એક્સવાયઝેડ બસન્ટ સ્પ્રિંગ ફંડેની ઉજવણી કરી. બસંત એ સ્થાનિક વસંત પર્વ છે જ્યાં લોકો પરંપરાગત રીતે પીળા અને નારંગી રંગના પોશાક પહેરે છે. એક કુંભાર બાળકો સાથે રેઈન્બો રંગની સુંદર કૃતિ બનાવે છે. બાળકોએ પતંગ નમૂનાઓ ડિઝાઇન કરવા અને પતંગ ઉડાવવાની મજા લીધી હતી. ફંડેનો પેરેન્ટસો દ્વારા બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તા જમવાની સાથે પૂરો થયો હતો.

Similar Posts

  • જીન પાછો તે વાસણમાં ભરાયો

    કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ…

  • TechKnow With Tantra: Forest: Indian Air Force – A Cut Above

    The Indian Air Force has come up with a gaming App which allows aspirants to experience first-hand, the roles of an IAF air warrior, as well as means to apply and appear for recruitment from the comfort of his home. The gaming option has various features, including offline single player missions, an online multiplayer sorties…

  • Muktads In Kanpur

    The primary functional Agiary of Uttar Pradesh and Uttarakhand, the ‘Byramji Nowroji Javeri Dar-E-Meher’ in Kanpur, every year invites Behdin Pasbans, from Mumbai and Navsari, during the holy days of Muktad and Gathas to help offer religious prayers, in absence of Mobeds. Since 2013, the Behdin Pasbans have been devotedly taking care of the sacred…

  • અમર ઈરાન

    જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે. યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા. તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું….

  • ગોપાતશાહ સાહેબ

    જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને…

  • મહુવા પારસી અંજુમન હસ્તક નવજોત તથા સન્માન કાર્યક્રમ

    મહુવા પારસી અંજુમનની અગિયારીના હાલના સેવક મહેરઝાદ જીવાસાની દીકરી પરીઝાદ હાલમાં પીટીટ સ્કૂલ બાન્દરા મુંબઈ ખાતે શિક્ષણ લે છે. પરિઝાદની શુભ નવજોતની પવિત્ર ક્રિયા અંજુમન હસ્તક થાય એવી ટ્રસ્ટી મંડળની ઈચ્છા હતી અને તે પ્રમાણે અગિયારીના હોલમાં નવજોતની ક્રિયા રવિવાર તારીખ ૮-૫-૨૦૧૬ના દિને હાવન ગેહમાં કરવામાં આવી હતી. મલેસર બહેદીન અંજુમન, નવસારીની અગિયારીના બે મોબેદ…