નુગા ચોકલેટ

સામગ્રી: અર્ધો કપ ખાંડ, અર્ધો કપથી થોડો વધારે શીંગ, કાજુનો અધકચરો ભૂકો. 100 ગ્રામ વનસ્પતિ ઘી, 120 ગ્રામ આઈસિંગ શુગર, 3 થી 4 ટેબલ સ્પૂન કોકો, વેનિલા એસેન્સ, થોડું ઘી.
રીત: થાળીના પાછળના ભાગમાં ઘી ચોપડીને રાખવું, ખાંડને ધીમે તાપે ગરમ મૂકવી, સતત હલાવવતા રહેવું. ધીરે ધીરે ઓગળીને બ્રાઉન કલરનું પ્રવાહી થાય એટલે તેમાં શીંગ, કાજુનો ભૂકો નાખવો. નીચે ઉતારી થાળી ઉપર જાડુ પડ પાથરવું, તેના ઉપર ચોરસ-કાપા પાડવા ઠરે એટલે ઉખાડીને પીસ છૂટા કરવા આ રીતે નુગા સેન્ટર્સ તૈયાર કરવા. કોકો તથા આઈસિંગ શુગર ભેગા કરી 3 થી 4 વાર ચાળવા. વનસ્પતિ ઘી ને ગરમ મૂકવું. ઓગળે અટલે નીચે ઉતારી આઈસિંગ શુગર અને કોકોનું મિશ્રણ તેમાં નાખવું. વેનિલા એસન્સ ઉમેરીને હલાવવું. આ પ્રમાણે પેસ્ટ તૈયાર કરવી. ઠંડી પડે એટલે દરેક નુગા પીસ તેમાં બોળી પ્લાસ્ટિક ઉપર મૂકવા. પેસ્ટનું પ્રવાહી પાતળું હોય અને પીસ ઉપરથી લસરી જતું હોય તો થોડી આઈસિંગ ઉમેરવી. આ પ્રમાણે બધી ચોકલેટ બનાવી ઠંડી પડે એટલે રંગીન કાગળમાં વીટાળવી. નોંધ: પેસ્ટ ઠંડી થઈને જાડી થઈ જાય તો ગરમ પાણી ભરેલી તપેલીમાં પેસ્ટનું વાસણ થોડીવાર ધરી રાખવું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *