કોટાના એકમાત્ર પારસી ફેમિલીએ કરેલી નવજોત

અંકલેસરીયા પરિવાર એકમાત્ર પારસી કુટુંબ છે જે રાજસ્થાનના કોટામાં તેમના ભાઈ-બહેનો સાથે રહે છે. કાવસ અને પરવીન અંકલેસરીયાએ 2જી એપ્રિલ, 2021 ના રોજ કોટામાં તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન યઝદ અને સીદાસ્પ અંકલેસરીયાની નવજોતનું આયોજન કર્યું હતું. કેમ કે તેઓ એકમાત્ર પારસી પરિવાર હતા અને કોઈ પારસી ધર્મગુરૂઓ ત્યાં ઉપલબ્ધ ન હોવાથી તેઓએ એરવદ મરઝબાન પાવરીને વિનંતી કરી.
મરઝબાન પાવરી, જેમણે મુંબઇથી કોટાની મુસાફરી અંકલેસરીયા પરિવારના અન્ય સબંધીઓ સાથે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બહાદુરીથી કરી, તમામ ફરજિયાત સાવચેતી રાખીને, ટ્રેન દ્વારા, મુંબઇથી કોટા જવા માટે સંમત થયા.
1લી એપ્રિલ, 2021ના રોજ, બાળકો તેમના નિવાસ સ્થાને જશન સમારોહ ઉત્સાહભેર નિહાળ્યો; બંને બાળકોની બીજા દિવસે નવજોત કરવામાં આવી. મિત્રો અને કુટુંબીઓને નવજોતનું મહત્વ સમજાવ્યું હતું, ત્યારબાદ આનંદની સાથે બધા સંબંધીઓ પારસી ગીત છૈયે અમે જરથોસ્તી ગાઈ અને નાચ્યા હતા.
એરવદ મરઝબાન પાવરી તથા મુંબઈથી નવજોત સમારોહમાં આવેલા અન્ય લોકોનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

Similar Posts

  • Covid-19 Vaccination Could Start In January

    Life Could Resume Normally By Oct, 2021 Says Adar Poonawalla A couple of days ago, Pune-based Serum Institute of India (SII) CEO, Adar Poonawalla said that the Covid-19 vaccination drive could likely begin in India by January 2021. SII, which is testing and manufacturing the Oxford-AstraZeneca vaccine candidate, expects to get its Emergency Use Authorisation (EUA) by the…

  • ટાઇમ બેન્ક

    જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ 67 વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 11; Lucky Card: Justice): Justice is on the cards. Legal matters will get sorted out. You are advised to wear a Pearl to overcome the confusions and mood swings….

  • XYZ Turns 5!

    Xtremely Young Zoroastrians (XYZ) celebrated their 5th Foundation Day on 23rd May, 2018, with young XYZ leaders expressing what this organization means to them through words and drawings. The evening witnessed a Jasan performed by their very own XYZ Bezaan Shroff from Darius Daredevils group at the Bhikha Behram Well. Striving for the betterment of…