વાપીઝનો ઓક્સિજન પ્રોજેકટ – દરેક બાગને 1 ઓક્સિજન ઘટક પ્રદાન કરવાનું લક્ષ્ય –

દરરોજ સાંભળવામાં આવતા સૌથી વધુ હૃદયસ્પર્શી સમાચાર, આ રોગચાળાના સંબંધમાં, તાત્કાલિક જરૂર પડે ત્યારે, હોસ્પિટલના પલંગ અને ઓક્સિજનની ઉપલબ્ધતાના અભાવને લીધે, ઘણા લોકો મરી રહ્યા છે. સરકાર આ તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિના લીધે આપણા તરફથી પણ તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે.
વાપીઝ મુંબઇ શહેરમાં દરેકે દરેક બાગમાં એક ઓક્સિજન ઘટક પૂરૂં પાડવા માંગે છે.
આ એક ઓકિસ્જન સિલિન્ડર નથી. તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને મોનિટરિંગ અથવા તબીબી દેખરેખની જરૂર નથી. પરંતુ તે દર્દીને શ્ર્વાસ લેવામાં મદદ મળે છે અને હોસ્પિટલમાં પલંગ ઉપલબ્ધ થાય ત્યાં સુધી દર્દીને રાહત આપવામાં મદદ કરે છે.
આપણને આપણા દરેક બાગમાં આ સુવિધાની જરૂર છે (લગભગ 18 સંખ્યામાં – બીપીપી અને નોન બીપીપી), જ્યાં આપણા વૃદ્ધ સમુદાયના સભ્યો ખાસ કરીને વાયરસ માટે સંવેદનશીલ હોય છે.
એક ઓક્સિજન ઘટક હાલમાં લગભગ રૂ. 60,000 / – નો છે.
અમે જણાવવા માંગીએ છીએ કે આ પ્રોજેકટ પર કાયરેશ અને શેરી પટેલ કામ કરી રહ્યા છે અને આપણા ઉદાર દાતા દારાયસ ખંબાતા પાસેથી રૂ. 500,000 /- મેળવી લીધા છે. આપણે પરોપકારી વ્યક્તિઓ અને સંસ્થાઓને આ હેતુ માટે દાન આપવા અપીલ કરીએ છીએ, જેથી આપણે આ પ્રોજેકટને આગળ લઈ જઈ શકીએ.
વાપીઝ તેના સ્તરનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે કારણ કે તેની તીવ્ર અછત છે. વાપીઝે તેના ઓર્ડર પહેલેથી જ આપી દીધા છે અને જેમ પ્રાપ્ત થાય તેમ તેને બાગોમાં આપવામાં આવશે.
વધુ પ્રશ્ર્નો માટે, કૃપા કરીને 8692988896/9820284196 પર સંપર્ક કરો
આપની,
અનાહિતા દેસાઈ
– હો. સીઈઓ (વાપીઝ)

Similar Posts

  • અમારો જૂનો જમાનો!

    ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો…

  • Caption This – March 03, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mailparsitimes@gmail.com by 7th March, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption Wife Frog: “Did you do that work I ‘TOAD’ (told) you to do?” Hubby Frog: “Oh Yar! I FROGot (forgot) again!”…

  • નટી ચોકો બોલ્સ

    સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ…

  • Religious Queries Answered By Vada Dasturji Dr. Firoze Kotwal

    Query: Is it mandatory for a priest to always wear white-coloured clothes? Vada Dasturji Kotwal: When an Athornan is ordained as a priest, he should wear white attire and the white Pagdi, which is ‘Athornan nu safed Taj’, the white crown of the priests, at all times. He must perform all the rituals and always…