શું તમારી પાસે આવું વોટસઅપ ગ્રુપ છે?

નવસારીના પોશ એરિયામાં રહેતો માણેક ઉતાવળો હોસ્પિટલમાં દાખલ થયો અને રીસેપ્શન પર જઈને પૂછ્યું: મારી માયજીને કેમ છે? મીસીસ ખોરશેદ સંજાણા.
તેને શા માટે દાખલ કરી છે? તેમને શું થયું છે? તેમને ક્યારે દાખલ કરી? કોણે દાખલ કરી?
ડોક્ટરે કહ્યું, તમારી માયજીને માઇલ્ડ હાર્ટ એટેક આવેલો અને તે માટે તેને ટાઈમસર હોસ્પિટલમાં આ બાજુમાં બેઠેલા સિનિયર સિટીઝન કપલે દાખલ કરેલ છે.
દીકરાએ સિનિયર સિટીઝન કપલનો આભાર માન્યો અને વિનય સાથે કહ્યું કે માફ કરજો મને તમારી ઓળખાણ ના પડી.
તેમાંની સિનિયર લેડી બોલ્યા કે હું પણ તમારી મમ્મીને ઓળખતી નથી.
આ સાંભળી આ માણેક તો આશ્ચર્યમાં પડી ગયો.
તો તમે મારી માયજીને કેવી રીતે જાણો છો? માણેકે પૂછ્યું.
ત્યારે સિનિયર સિટીઝન જેન્ટલમેન કાકાએ જવાબ આપ્યો, તમારા માયજી અમારા 60 વર્ષની ઉપરના સિનિયર સીટીઝન વોટસઅપ ગ્રુપના મેમ્બર છે અને ગ્રુપને કારણે ઓળખીએ છીએ.
આ સાંભળી માણેક તો તે સિનિયર સિટીઝન કપલ કાકા કાકી સામે ટગર ટગર જોયા જ કરતો રહ્યો.
કાકાએ વધુમાં કહ્યું કે અમારૂ સીનીયર સીટીઝન લોકોનુ એક ગ્રુપ છે. આ ગ્રુપમાં 60 વર્ષ ઉપરની ઉંમરના હોય તે વ્યક્તિને જ સામેલ કરવામાં આવે છે. દરેક જણાએ આ ગ્રુપમાં રોજ સવારે ગુડમોનીંગનો એક મેસેજ લખવાનો હોય છે. તેવી રીતે બપોરના દરેક જણે ગુડ આફટરનુન અને રાતના ગુડ નાઈટન લખવાનું હોય છે. ત્યારબાદ દરેક જણ પોતપોતાના મેસેજ ચેટ કરતા હોય છે.
જ્યારે કોઈ મેમ્બરનો ગુડ મોર્નિંગ નો મેસેજ ન આવે ત્યારે તેની નજીક રહેતા મેમ્બર એલર્ટ થઈ બીજા મેમ્બરો સાથે તે મેમ્બરના ઘરે વિઝિટ કરે છે.
આજે સવારના તમારા માયજી તરફથી કોઈ મેસેજ ન આવ્યો તે કારણથી અમે આજે અહીંયા હોસ્પિટલમાં છીએ.
વધુમાં કાકાએ કહ્યું કે તમે તમારા માતા પિતાને બધી જ ફેસીલીટી, પૈસો આપો તે પૂરતું નથી. પરંતુ તે લોકોને તમારી સાથે વાત કરી શકે તેની વધુ જરૂર છે, તમારે તમારા માતાપિતાને થોડો સમય આપવો પણ જરૂરી છે, દીકરા.
તેં તારી માયજીની છેલ્લી ક્યારે મુલાકાત કરી હતી? કાકાએ પૂછ્યું.
દીકરો તરત જવાબ ન આપી શક્યો.
જો દીકરા આ કારણસર જ અમે 60 પ્લસની ઉંમરવાળાઓએ આ ગ્રુપ બનાવ્યું છે. એમ કહી કાકા કાકી હોસ્પિટલમાંથી નીકળી ગયા.
તમે જવાનીમાં તમારા કામમાં બિઝી હો ત્યારે માતાપિતાની ઉંમર તો વધતી જ હોય છે તેમને એકલા પણું મહેસુસ ના થવા દો. મારું પોતાનું માનવું પણ એજ છે કે આવા ગ્રુપ પણ હોવા જ જોઈએ.
– હોશંગ શેઠના

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *