દીના સેઠના – કરાચીના સૌથી વૃદ્ધ પારસી નિવાસી 107મો જન્મદિવસ ઉજવે છે!

8મી નવેમ્બર, 2021ના રોજ, પાકિસ્તાનના કરાચીમાં બોમનશો મિનોચર-હોમજી (બીએમએચ) પારસી મેડિકલ રિલીફ એસોસિએશન ખાતેનો ગેરિયાટ્રિક વોર્ડ ફૂલો અને સજાવટથી જીવંત બન્યો, કારણ કે શહેરનો પારસી સમુદાય દીના હોમી શેઠનાના 107મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવા માટે એકત્ર થયો હતો. સેઠના – કરાચીમાં રહેતા સૌથી જૂના પારસી છે!
સુંદર ગુલાબી પાર્ટી ડ્રેસ પહેરીને, દીના સેઠનાએ થોડી મદદ સાથે કેક કાપી. સૌએ ગૌરવપૂર્ણ પ્રસંગે હેપ્પી બર્થ ડે ગાયું હતું, જેમાં અન્ય સમુદાયોના લોકોની પણ આનંદપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. તેમાં કાર્ડિનલ જોસેફ કાઉટ્સ, રાજકારણી મંગલા શર્મા, રમેશ સિંહ, અનવર લાલા અને અબ્દુલ્લા હારૂન ઉપરાંત અભિનેતા ફિરોઝ ખાન સહિત અન્ય હસ્તીઓનો સમાવેશ થયો હતો.
જાણીતા રેલી ચલાવનાર તુષ્ના પટેલ, જેમણે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું, તેણે કહ્યું, મારી પુત્રીનું નામ પણ દીના છે, અને પારસી કેલેન્ડર મુજબ આજે તેનો જન્મદિવસ પણ છે! અમારી વચ્ચે 107 વર્ષની વયની વ્યક્તિ હોવી એ અમારા સમુદાય માટે એક મોટું સન્માન છે. આપણા પારસીઓની સંખ્યા ઘટી રહી છે તેથી આપણા સમુદાયમાં 107 વર્ષીય સભ્યનું હોવું અદ્ભુત છે.
દીનાના પુત્રી સુન્નુ અને જમાઈ ફારુખ ગોલવાલા પણ હાજર હતા. સુન્નુએ મજાકમાં કહ્યું તે મારી મમ્મીનો જન્મ 1914 માં થયો હતો અને જ્યારે અમે 2014માં તેમનો 100મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા, ત્યારે તે એક સદી પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતા કાર્ડ્સ પ્રાપ્ત કરવા માટે નારાજ હતા! તેઓ બધાના જણાવવા માગતા હતા કે તેઓ 70 થી એક દિવસ મોટા છે, અને તેમની દીકરી હસી પડી.
તેમની માતા વિશે બોલતા, તેણીએ શેર કર્યું કે તે એક અંતર્મુખી છે તેણીની ઉંમરને કારણે, તેઓ વિશ્વાસપૂર્વક વાતચીત કરતા નથી. મહિલા સ્વયંસેવકો અને તેના પરિચારકો તેમને પ્રેમથી માં કહે છે.
બીએમએચ પારસી મેડિકલ રિલીફ એસોસિએશનની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ રોશન મેહરીએ માહિતી આપી હતી કે સંસ્થાએ સ્થાનિક પારસીઓને મદદ કરવા માટે પાર્ટીશન પહેલાની હોસ્પિટલ તરીકે શરૂઆત કરી હતી, પરંતુ તે હવે સેમી નર્સિંગ હોમમાં ફેરવાઈ ગઈ છે અને એકલાઓ માટે જેરિયાટ્રિક સુવિધા છે.
સૌજન્ય: ડોન

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *