નેપોલિયનની પ્રેરક કથા

મુસીબત આપણા જીવનની એક સચ્ચાઈ છે કોઈ આ વાતને સમજી લે છે તો કોઈ જીવનભર આ માટે રડયા કરે છે. જિંદગીના દરેક મોડ પર આપણો સામનો મુસીબતોથી થાય છે. મુસીબત વગર આપણે આપણા જીવનની કલ્પના નથી કરી શકતા.

હમેશા મુસીબતો આપણી સામે આવે છે અને આપણે કંટાળી જઈયે છીએ અને તે સમયે આપણને સમજ નથી પડતી કે સાચું શુ છે ને ખોટું શું છે.? દરેક વ્યક્તિઓની પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની પધ્ધતિ વેગળી વેગળી હોય છે. કોઈવાર આપણી જિંદગીમાં મુસબતોનો પહાડ તૂટી પડે છે અને આવા સમયે કેટલાક લોકો ભાંગી પડે છે. તો કેટલાક લોકો પોતાની જાતને સંભાળી

લે છે.

મનોવૈજ્ઞાનિક રીતે માણસ મુસબતને બે રીતે જોય છે. ૧) મુસીબત  અને ફકત મુસીબતનો જ વિચાર કરે છે.

૨) મુસીબતમાંથી કંઈ રીતે બહાર આવવું ફકત તેનો જ વિચાર કરે છે.

જે લોકો ફકત મુસીબતનો વિચાર કરે છે તેઓ મુસીબતથી હારી જાય છે. પરંતુ જે લોકો મુસીબતના નિદાન પર ધ્યાન આપે તે લાકો જીતી જાય છે.

આજે આપણે તેવા જ એક વ્યકિત પર વાત કરીશું જે તમને મુસીબતમાં લડવા પ્રોત્સાહન આપશે. તમે નેપોલિયન બોનાપાર્ટનું નામ તો સાંભળ્યું જ હશે.

નેપોલિયન બોનાપાર્ટ જે ફ્રાંસના એક મહાન, નિડર અને સાહસિક શાસક હતા. જેમના જીવનમાં અસંભવ નામનો શબ્દ જ નહોતો. ઈતિહાસમાં નેપોલિયનની ગણના વિશ્ર્વના સૌથી મહાન અને અજય સેનાપતિ તરીકે થતી હતી.

નેપોલિયન હમેશા જોખમભર્યા કામ કરતા હતા. એકવાર તેમણે આલપાસ પર્વતને પાર કરવાનું એલાન કર્યુ અને તે પોતાની સેનાને લઈ ચાલી નીકળ્યો સામે એક મોટો ગગનચુંબી પહાડ ઉભો હતો જેની ઉપર ચઢવું અસંભવ હતું તેની સેનામાં અચાનક હલચલ થવા પામી છતાંપણ એમણે સેનાને પર્વત ચઢાવાનો આદેશ આપ્યો. નજીકમાં જ એક વૃધ્ધ સ્ત્રી ઉભી હતી જેણે નેપોલિયન પાસે જઈને કહ્યું ‘મરવા માંગો છોૅ, અહીં જેટલા લોકો પણ આવ્યા હતા તેઓ હારીને પાછા જતા રહ્યા હતા. અગર તમારા જીવનને તમે પ્રેમ કરો છો તો પાછા ચાલ્યા જાઓ.’ આ સાંભળી નેપોલિયન નારાજ થવાને બદલે પોતાના ગળામાંથી હીરાનો હાર કાઢી પેલી વૃધ્ધ સ્ત્રીને પહેરાવી દીધો અને કહ્યું ‘તમે મારા ઉત્સાહને ડબલ કરી દીધો છે અને મને પ્રેરણા આપી છે.’ અગર જીવતો પાછો આવ્યો તો તમે મારી જયજયકાર કરજો.

એ વૃધ્ધ સ્ત્રીએ નેપોલિયનની વાત સાંભળી કહ્યું ‘તું પહેલો મનુષ્ય છે જે મારી વાત સાંભળી હતાશ કે નિરાશ નહીં થયો.’ જે લોકો મુસીબતોનો સામનો કરવાના ઈરાદા રાખે છે તે લોકો કદી હારતા નથી.

Similar Posts

  • તમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે

    પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે આપણા શરીર ને કુદરતી રીતે ઠંડી કરવા માટે બનાવવામાં આવેલ છે. અને શરીરના ઉત્સર્જન માટે પણ પરસેવો ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો તેની મેળે જ થોડા સમયની અંદર સુકાઈ જતો હોઈ છે અને જો એવું ના થાય તો તેવા સન્જોગોની અંદર આપણી પાસે તેને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 June, 2019 – 21 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી મનને શાંત રાખીને તમારા અગત્યના કામ કરી લેજો. નાના પ્લાન બનાવતા તેમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નેગેટીવ વિચાર કરતા નહીં. બીજાને મદદ કરી શકશો. ઘરવાળાની જવાબદારી પૂરી કરી શકશો. ‘તીર યશ્ત’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’…

  • ગ્રાન્ડફીનાલે

    સોમવાર તા. 24 એપ્રિલ, 2023ની સાંજે 5:15 ક. જશનની પવિત્ર ક્રીયા એ. સાહેબ ફરહાદ રાવજી (ટ્રસ્ટી), એ. હોરમઝદ રાવજી, એ. નોઝર તારાપોર અને કૈયાન કાંગાની હમશરીકી સાથે શુક્રગુજારીનું જશન કર્યા બાદ, મહાનુભવો વડા દસ્તુરજી-સુરત, દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, ચીફગેસ્ટ જસ્ટીશ (રીટાયર્ડ) શાહરૂખ જે. કાથાવાલા, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા, ટ્રસ્ટી સાહેબ એ. ફરહાદ રાવજી, એ….

  • શિરીન – October 15th

    એ સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 September – 17 September 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બને તો તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. નાણાકીય લેતીદેતીમાં મુશ્કેલી નહીં આવે. તમે કોઈને ઉધાર આપેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. તમે જે પણ પ્લાન બનાવશો ભવિષ્યમાં તેનાથી તમને ફાયદો થશે. બને તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો….

  • Your Moonsign Janam Rashi This Week –
    13 January, 2018 – 19 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારે પહેલા તો તબિયતની કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેતા મુશ્કેલીમાં મુકાશો. પેટની માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે ડોકટરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. શેરબજારના કામથી દૂર રહેજો. તમારા પૈસા પાછા મેળવવા માટે તમારે મુશ્કેલીનો…