કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ

30મી જાન્યુઆરી, 2022ના રોજ કરાચીમાં જરથોસ્તી સમુદાયના સભ્યો જશ્ન-એ-સદેહ ના તહેવારની યાદમાં કરાચી પારસી સંસ્થામાં એકઠા થયા હતા – જે દિવસ નવરોઝના 50 દિવસ અને રાત પહેલા આવે છે. જશ્ન-એ-સાદેહ એ શિયાળાની મધ્યમા આવતો ઉત્સવ છે, જે વસંતઋતુના આગમન પહેલા ઉજવવામાં આવે છે અને ઠંડા શિયાળાની ઋતુના અંતનું પ્રતીક છે, જે લાંબા દિવસો અને ટૂંકી રાતોનો સંકેત આપે છે.
કરાચી જરથોસ્તી બાનુ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત તહેવારના મહત્વ વિશેની સમજણ અને તેના રસપ્રદ ઈતિહાસની સમજ સાથે થઈ હતી. ત્યાર પછી ઉપસ્થિત દસ્તુરજી સાહેબોે દ્વારા આતશ નિયાશનું પઠન કરવામાં આવ્યું હતું – એરવદ ફરઝીન યઝેશની અને એરવદ સોહરાબ હંગોમી, જેઓ હાલમાં વાડિયા દર-એ-મેહર, પાકિસ્તાન ચોક, કરાચી ખાતે સેવા આપે છે.
કરાચી પારસી સંસ્થાના જીમખાના મેદાનમાં પ્રગટાવવામાં આવતા આતશને બોનફાયરમાં લઈ જવામાં આવતાં દસ્તુરજી સાહેબો દ્વારા સરઘસનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. સમુદાયના બાળકો પણ આ શોભાયાત્રાનો એક ભાગ હતા અને બોનફાયર પ્રગટાવવામાં મદદ કરી હતી. સાંજ સંગીત અને નૃત્ય સાથે આગની આસપાસ પસાર કરવામાં આવી હતી અને દરેક મિત્રો અને પરિવાર સાથે આનંદ માણતા હતા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 December – 30 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ જ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. બને તો આજે ફેમીલીના વ્યક્તિને નારાજ કરતા નહીં. બાકી કાલથી રાહુની દિનદશા 42 દિવસમાં તમને દિવસે તારા બતાવી દેશે. રાહુને કારણે જે પણ કામ કરેલા હશે તેની ઉપર પાણી ફરી જતા વાર નહીં લાગે….

  • લગ્ન બંધન!

    ખુશરૂ અને ખુશનુમાના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. ખોરશેદના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 October, 2018 – 02 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી 25મી ડિસેમ્બર સુધી તમારા માથા પરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. પૈસા ફસાયેલા હશે તો નાણા પાછા મેળવવા માટે સીધો રસ્તો મળી જશે. ઘરની વ્યક્તિ તમને ફરીથી માન ઈજ્જત આપશે. રોજના કામમાં…

  • મરહુમ લેજેન્ડ નાની પાલખીવાલાના સન્માનમાં ડબ્લ્યુઝેડસીસી વેબિનાર

    10 મી ફેબ્રુઆરી 2021 ના રોજ, વર્લ્ડ જરથુષ્ટિ ચેમ્બર ઓફ કોમર્સ (ડબ્લ્યુઝેડસીસી), મુંબઇ પ્રકરણે, નાની પાલખીવાલા ધ લેજેન્ડની 101મી જન્મજયંતી પર (16 જાન્યુઆરી, 2020) એક મહાન સમૃધ્ધ અને નોંધપાત્ર વેબિનાર યોજાયો હતો. સોલિસિટર રાજન જયકાર, જેને પુનર્જાગરણ માણસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે, નાની પાલખીવાલાના જીવની પ્રેરણાદાયક સમજ આપી. વકીલ હોવા ઉપરાંત, નાની પાલખીવાલાને…

  • ચોકલેટ રોલ

    સામગ્રી: 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર, 3 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન મિલ્ક, 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન આઈસીંગ સુગર, મેરી ગોલ્ડ બિસ્કીટનો ભૂકો. પુરણ માટે: કોપરાનું છીણ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન અખરોટનો ભુક્કો રીત: સૌ પ્રથમ કોકો પાવડર, ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટનો ભુક્કો,…