વધુ પડતું દ્રાક્ષનું સેવન લાવે છે ગંભીર બીમારીઓ!!

ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ, ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. દ્રાક્ષનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વજનમાં વધારો થાય છે. સાથે સાથે એમાં રહેલી મીઠાશ કિડની સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. વધુ પ્રમાણમાં કરવામાં આવતા દ્રાક્ષના સેવનથી પેટ સંબંધિત રોગો થઈ શકે છે, આ કારણોથી દ્રાક્ષનું સેવન માર્યાદિત પ્રમાણમાંજ કરવું જોઈએ.
એલર્જીની સમસ્યા થઈ શકે છે: જો વધારે પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો હાથ અને પગમાં એલર્જીની સમસ્યા આવી શકે છે. તેમજ રેશિસ થવા અને મોઢા પર સોજા જેવી તકલીફ થઇ શકે છે. ઘણીવાર દ્રાક્ષ એનાફિલેક્સિસનું કારણ બની શકે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.
કિડનીની સમસ્યા થઇ શકે છે: જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ અથવા તો ક્રોનિક કિડની ડિસીઝ હોય તો એ વ્યક્તિએ દ્રાક્ષનું સેવન કરવું ન જોઈએ. વધારે પડતા દ્રાક્ષના સેવનથી કિડની સંબંધિત અનેક પ્રકારની તકલીફો થઈ શકે છે. સાથે સાથે વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી શરીરમાં બ્લડ સુગરના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે, જે એક માત્ર ડાયાબિટીસનું કારણ પણ બની શકે છે. અને સાથે સાથે આપણી કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
વજનમાં વધારો થઇ શકે છે: સામાન્ય રીતે વજન વધવાની સમસ્યા શિયાળામાં વધી જતી હોય છે. આવી પરીસ્થિતિમાં દ્રાક્ષ ખાવી આપણા શરીર માટે નુકશાનકારક નીવડી શકે છે. દ્રાક્ષમાં કેલરીની માત્રા વધારે રહેતી હોવાથી વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી આપણા શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે. આવી સ્થિતિમાં વધુ દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે.
ડાયરિયાની તકલીફ થઇ શકે છે: ઘણી વાર વધુ પડતી મીઠી વસ્તુઓનું સેવન કરવાથી ઝાડા થવાનું જોખમ વધી જાય છે. તે જ સમયે દ્રાક્ષમાં સાદી ખાંડને કારણે તે ઝાડા પણ કરી શકે છે. જો આપણું પેટ પહેલાથીજ ખરાબ હોય તો સંજોગોમાં દ્રાક્ષનું વધુ સેવન નહિવત પ્રમાણમાં કરવું જોઈએ. દ્રાક્ષના વધુ પ્રમાણમાં સેવનથી પણ ઝાડા થઈ શકે છે.

Similar Posts

  • From the Editors Desk

    Community Engagement = Community Empowerment Dear Readers, To be born into the Parsi community is a privilege. We’re blessed with a platform that commands respect and admiration and of course, a lot of benefits, thanks to our diligent, visionary forefathers. We have Trusts that cater for all our needs, from birth to death, with grants…

  • પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

    મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની…

  • કાસની રાણી સોદાબે

    કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી….

  • Mino Ashishwang Beresad

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • શિરીન

    શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝીચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને…