હસો મારી સાથે

કસરત કરવી, દારૂ ન પીવો, સાદુ ભોજન લેવું, આ બધાથી તમારું આયુષ્ય ચોક્કસ જ વધશે.
પણ ધ્યાનમાં રાખો કે આ બધા વર્ષ તમારી વૃદ્ધાવસ્થામાં વધશે, યુવાનીનાં નહીં!
ભર ભર……. તું ગ્લાસ ભર.
****
પતિએ પત્નીને મેસેજ મોકલ્યો.
મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર.
હુ આજે જે પણ છું ફક્ત તારે કારણે જ છુ. તુ મારા જીવનમાં ફરિશ્તો બનીને આવી છે અને તે મને જીવતા શીખવાડ્યુ છે. લવ યુ
પત્ની: મારી લીધો ચોથો પેગ? આવી જાવ ઘરે. હુ કશુ નહી કહુ.
પતિ – બહાર જ ઉભો છું.
****
સવાર નાં છાપુ હાથમાં લેતા એક પેમ્લેટ નીચે પડ્યું. હું ઉપાડું તે પહેલાં તો પત્ની એ ઉપાડી લીધું.
છાપેલ હતું, શું તમે દારૂનાં બંધાણી છો? તો તાત્કાલિક અમને કોલ કરો. અમે તમારી મદદ કરશું. મોબાઈલ નં. 992590
પત્ની વાંચીને જીદે ચડી, તમે કોલ કરો ને કરો. એટલે મેં કોલ કરેલ ત્યાં સામેથી આવાજ આવ્યો, ગુડ મોર્નિંગ સર, હું રઘુ બૂચ બોલું છું, આપને શું જોઈએ. વોડકા, બિયર, રમ, વિસ્કી?
****
દુકાનદાર: શું જોઈએ છે, સાહેબ ?
ગ્રાહક: આ જગતમાં બધે દુ:ખ છે, છળ છે, કપટ છે, વિશ્વાસઘાત છે. દઈ શકતો હો તો આ બધું સહન કરવાની તાકાત દે. આ જગતમાં જીવવાની શક્તિ દે.
દુકાનદાર: એ નાનકા, સાહેબને 2 ક્વાટર અને ચણાદાળનું પાકીટ આપી દે.
****
ડોક્ટર: બોલો બાપુ, હવે કેમ છે?
બાપુ: હા, સારું છે.
ડો.: દારૂ બંધ કરી દીધો ને?
બાપુ: સાવ બંધ હો.
ડો.: સરસ.
બાપુ: હવે કોક બહુ રીકવેસ્ટ કરે તો જ.
ડો.: ઈનો વાંધો નહિ. આ કોણ છે તમારી સાથે?
બાપુ: ઈ માણસ રાયખો છે, રીકવેસ્ટ કરવા.
– હોશંગ શેઠના

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *