ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા.

તમાશબીન આલમબી એવી દોરવાઈ ગઈ હતી કે જરાબી સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી, કાબરાજીના મોઢા ઉપર થતાં ફેરફાર જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજકના ડિરેકટર, એક તરતનીજ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય, એ તો અવધિ થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એ જ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતા કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનેજિંગ ભાગીદાર હતા, તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે, મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વતાચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યું મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે અમે ખેલ કરીયે તો તેથી હમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસ્પ્લેનેડ થિયેટર, નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટરોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહીં કેમ કે એવા ખેલો ગ્રાન્ટરોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા. કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી, તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલેકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સભાસદો વિખેરાઈ ગયા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

    સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો સરોશ યઝદ સાહેબનું મુબારક નામ આપણે જરથોસ્તીઓને ઘણું જ જાણીતું છે કારણ કે અવસ્તા માંથ્રવાણીનાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01 June, 2019 – 07 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કામને વધારવા ગામ-પરગામ જવું પડશે. ઘરવાળાનો સાથ સહકાર મળી જશે. ચંદ્રની કૃપાથી તમારા ડીસીઝન સમજી વિચારીને લેશો. ઘરવાળાની માથાકૂટ ઓછી થવાથી રોજના કામ પર વધુ ધ્યાન આપી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો….

  • કોઢ સાજો થઈ ગયો!

    દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન…

  • જરથુસ્ત્ર સાહેબના જીવનની ઝાંખી

    ખોરદાદ સાલના પ્રસંગે તમારી સામે આપણા તેજસ્વી જરથુસ્ત્ર પયગમ્બર સાહેબના જીવનની અને ભણતરની એક વિશિષ્ટ ઝાંખી રજૂ કરી રહ્યા છે.‘પ્રોફેટ’ માટેનો ફારસી શબ્દ પેગમ્બર અથવા વક્ષશુર છે (પહલવી શબ્દ વક્શવરના શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે) ‘ભગવાનના શબ્દોનું વહન કરનાર’. આપણે જીભથી પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે જીભ દ્વારા ભગવાન તરફથી…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    આ ભાષણ કરતા વારંવાર તે રડતી અને ડચકાં ખાતી હતી તે જોઈ મારેથી વધારે વાર ખમાયું નહીં તેથી હું તેની આગળ ગયો અને બોલ્યો કે ‘બાનુ! હવે તમે પુષ્કળ રડયા છો. હવે જે દુ:ખના રૂદન કરવાથી તમે તમારો મરતબો મારી સાથે શી રીતે જાળવી રાખવો તે બીલકુલ ભુલી જાવો છો!’ તેણીએ જવાબ દીધો જે ‘સાહેબ!…

  • નટી ચોકો બોલ્સ

    સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ…