શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝી ચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી.

રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને ત્યારે પોતાનાં દુ:ખમાં જ ખરી કદર પહેલ વહેલી તેવણે તે પોરીની કરી લીધી.

પોતાના પેટની દીકરીઓ કરતાં પણ તે છોકરી તેમની કાળજી તથા કદર કરતી જણાઈ આવી કે ઝરી જુહાકનાં ઘાતકી જિગરમાં તેણી માટે દયાનો પહેલો ફણગો ફૂટી નીકળ્યો.

તે ન્યુ યરની ઈવની સવારે ત્યારે તેવણે પોતાનાં દીકરા આગળ તેણીની વખાણ કરી નાખી.

‘બિચારી છોકરીએ ખરાં દિલથી મારી દેખરેખ કીધીછ જો, ફિરોઝ.’

‘કોણે મંમા, દિલ્લા કે હિલ્લાએ?’

મૂઈ રે તે લોક મનીજની કરતી કોણ જાણે ધણીઓની બી શું ચાકરી કરવાની છે. હમારા વખતમાં તો હમો ધણીને ખુદા સમજી તેનો પડયો બોલ ઝીલી લેતાં હતા. હું તો શિરીન માટે કહું છું.’

ફિરોઝ ફ્રેઝર અદબવાળી મૂંગો જમીનને ટીકતો ઉભો જ રહ્યો કે તે માતાએ ફરી ચાલુ કીધું.

‘ખરેખરી ગરીબ પોરી છે. કોઈ દિવસ કામને માટે ફફરી નથી, કે ગમે તેટલી હું ઘાતકી બનીછ તો સામો એક બોલ મને નથી કહી સંભળાવ્યો. પેલી મૂઈ આયા તો તરત મોના પર આવતીતી ને ફિરોઝ, તુંબી તેણી સાથ કેટલો સખત થાયછ.’

મને ચોકકસ કારણસર થવું જ પડેછ, મંમા.’

‘એ બધા કારણો મને ખબર છે છોકરા, પણ તેમાં એ બચ્ચાંનો શું વાંક? મૂવા વિકા વાઘે ના કહ્યું તો તેમાં પોરી શું કરે?’

‘એટલીસ્ટ શિરીને તો હા કહેવું હતું.’

‘હમણાં મારી પોરી હતે ને હું ના કહેતા તો મકદુર છે કે તેણી મારી વિ‚ધ્ધ જઈ પરણી શકે? સોળ વરસના બચ્ચાંની એમાં પસંદગીનો સવાલ જ કયાં હતો.’

‘પણ તે છતાં, મંમા, તેણી ઉંમરમાં આવે પછી મને પરણવા સા‚ં… ત્યાં વેર હું થોભી શકતે.’

તે બેટાએ ચેસ્તા સાથ સમજાવી દીધું, પણ આ બાજું ઝરી જુહાક મારામારીમાં કંઈ નીચા પડે તેમાંના હતાં જ નહીં કે તેવણે એક બેરીસ્ટરની અદાથી તે પોરી સામેનો કેસ લડવા માંડયો.

‘થોભવા નહીં થોભવાનો સવાલ જ કયાં હતો જે? તે બિચારા બચ્ચાંને લાચારીથી પોતાના પિતાને તાબે થયા વગર છૂટકો જ નહીં હતો, ને તા‚ં જિગર કયે દહાડે એવું કપટીને ઘાતકી હતું, કારણ તું તો તારા બાપના જ જેવો હમેશ દયાળુ હતો ખ‚ંની?

‘વખત ઈન્સાનને બદલી શકેછ મંમા.’

‘પણ તે છતાં ખાનદાનનું ખમીર બદલાઈ શકાતું નથી, છોકરા, કોઈના પડતીના વખતમાં તેને ઉપરથી દુ:ખી કરી ડામ દેવા, તેમાં કંઈ ઉકમઈ લેવાની નથી પણ ઉલટી તે આપણી નબળાઈ દેખાડી આપેછ સમજ્યા કે?’

અને તે ઉમદા શીખામણો સાંભળતા ફિરોઝ ફ્રેઝરે ખરે જ અજાયબી પામતાં બોલી પડયો. ‘ને તમો પણ કેટલા બધા બદલાઈ ગયાછ મંમા, ને હવે તમો મારી આગળ શિરીન માટે કરાવવા શું માગોછ?’

‘વરી શું કરાવવા માગે છોકરા, જરા એની તરફ નરમાશથી જો ને કોઈ દહાડો તારી સાથ એનેબી કેઠે ફરવા લઈ જા. એમ તો તું સત્તર છોકરીઓ સાથે નાચેજની?’

એ સાંભળી તે બેટો ગમત પામતા હસી પડયો.‘વા‚ં મંમા, હું વિચાર કરી જોવશ.’

ને તે વિચાર ફિરોઝ ફ્રેઝરે તે જ દિવસે કરી તેને અમલમાં મૂકી દીધો. બપોરના ખાણા પછી શિરીન તેને પેસેજમાં જ મળી જતાં ફિરોઝ ફ્રેઝરે તેણીને જણાવી દીધું.

‘શિરીન, આજે ન્યૂ-યર-ઈવનાં બોલ માટે આવવા સા‚ં હું તુંને ઓફર ક‚ંછ, તુંને આવવા ગમશે?’

એ સાંભળી તે બાળા ખુશાલીથી છાકટ થઈ ગઈ, પણ બીજીજ પળે પછી તે મુખડો ફરી દુ:ખી બની ગયો.

મોલી કામાની સાથે લવ કરી ખસુસ તેણીને દુ:ખી કરી પજવવા જ તે જવાને તેણીને તે બોલ માટેની ઓફર કીધી હશે.

(ક્રમશ)

Similar Posts

  • અમારી પ્રાર્થનાઓની સમજૂતી, અરજી અને અસર મિથ્રા, મંથ્રા અને યસ્ના દ્વારા

    નિષ્ઠાવાન હૃદય અને શુદ્ધ હેતુથી કરવામાં આવેલી પ્રાર્થના આપણા માટે દુષ્ટો સામે, અને અંધશ્રદ્ધાળુ અને ભયાનક વિચારો સામે ખૂબ જ શક્તિશાળી હથિયારનું કામ કરે છે. સાચી પ્રાર્થના આપણામાં એક પ્રકારની વીરતા ઉત્પન્ન કરે છે અને તેના દ્વારા આપણે આપણી સામે આવેલી મુશ્કેલીઓને અટકાવવા માટે શક્તિશાળી બનીએ છીએ. જ્યારે બધા દૈવ અને દ્રુજ પવિત્ર જરથુસ્ત્રને મારવા…

  • દુઆ નામ સેતાયશ્ની

    આપણે 2019ની છેલ્લા દિવસોની સફર કરી રહ્યા છે. ચાલો આપણે આપણું દૈનિક ફરજીયાત પૂર્ણ કરવા માટે અંતિમ પ્રાર્થનાથી પ્રારંભ કરીએ (ફરજિયાત દૈનિક પ્રાર્થના પાઠ) ‘દુઆ નામ સેતાયશ્ની’. હું પ્રાર્થના કરૂં છું કૃપાળુ, ક્ષમા કરનાર અને પરમ કૃપાળુ ભગવાન અહુરા મઝદાને આનંદની મહિમા આપું છું. અહુરા મઝદાના પવિત્ર નામની પ્રશંસા જે કાયમ હતો, કાયમ છે અને…

  • જીને અરજ કબુલ રાખી!

    મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22 February, 2019 – 01 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. લોકો સામેથી માન-સન્માન આપશે. ખર્ચનું પ્રમાણ વધી જશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. કામ પૂરૂં કરવા જે વ્યક્તિનો સાથ જોઈતો હશે તે મળી રહેશે. નવા કામ શરૂ કરી શકશો….

  • અરદીબહેસ્ત યશ્ત – 1

    અરદીબહેસ્ત અમેશાસ્પંદ સ્વર્ગ ઉપર રાજ કરે છે અને તે દુષ્ટ જાદુગરો અને દુષ્ટ કરનારાઓથી બચાવનાર છે. અરદીબહેસ્ત અમેશાસ્પંદ વ્યક્તિગત કુંડળીમાં મંગલ (મંગળ)ની અસરને તોડે છે. (મંગળ એક શુષ્ક, લાલ અને જ્વલંત ગ્રહ છે. પ્રકૃતિ દ્વારા તેને પુરૂષદર્શી, ઉર્જા દશાર્વનાર – રચનાત્મક અને વિનાશક બંને છે.) અરદીબહેસ્તનો અર્થ આતશ છે અને નીચે મુજબ આતશના 6 વિવિધ…

  • મેરવાનજીના માયજી

    માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું…