મહુવા (જી. સુરત) ખાતે ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામકરણ એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયક સમારંભ

મહુવાના મોગલ પરિવારના યુવાન લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલે તા. ૩૦.૦૮.૨૦૧૦ના રોજ મધદરિયે સબમરીનમાં થયેલા અકસ્માતમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના પોતાના ૬ સાથીઓને બચાવ્યા હતા. એમની આ શહાદતને શૌર્યચક્ર (મરણોત્તર)નું રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું. સ્વ. ફીરદોશના વડીલોનો વસવાટ મહુવા ખાતે હતો અને આજે પણ છે. મહુવા જુથ ગામ પંચાયતે ઠરાવ કર્યા કે મહુવાનાં પારસી મહોલ્લામાં ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામ આપવું. આ ઠરાવને અમલમાં મૂકવા માટે મહુવાના માલીબા સાંસ્કૃતિક ભવન ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવાના મુખ્ય મહેમાન પદે એક સમારંભનું આયોજન થયું હતું. ૭૦૦ જેટલા આમંત્રિતો અને ગામવાસીઓથી ખીચોખીચ ભરાયેલા આ ભવનમાં સમારંભના અતિથિ વિશેષ મુંબઈથી પધારેલ કોમોડર અસ્પી મારકર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મરહુમ ફીરદોશના કાકા ડો. હોસંગ મોગલ સંપાદિત પુસ્તિકા ‘ભરબપોરે સૂર્યાસ્ત’ની બીજી આવૃત્તિનું વિમોચન ગણપતભાઈના વરદ હસ્તે થયું હતુ.

ડો. હોસંગ મોગલે ‘ભરબપોરે સૂર્યાસ્ત’ પુસ્તિકા પ્રગટ કરવાનો હેતુ સમજાવ્યો હતો. આ પુસ્તિકા યુવા પેઢીમાં દેશપ્રેમ, દેશદાઝ અને દેશભક્તિની પ્રેરણા પૂરી પાડશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. એમણે વધુમાં જણાવ્યું હતું કે જે દેશે આપણને આશરો આપ્યો અને તે કારણે આપણે આપણો ધર્મ સાચવી શકયા તે દેશની તન, મન અને ધનથી સેવા કરવાની આપણી ફરજ છે.

શ‚આતમાં પ્રાર્થના, દીપ પ્રાગટયની વિધિ થઈ હતી. ત્યારબાદ મહુવા પારસી અંજુમનના પ્રમુખ હોશી બજીનાએ મહેમાનોને આવકાર આપ્યો હતો અને આ અનોખા સમારંભમાં મહુવા પારસી અંજુમન કઈ રીતે સહભાગી બની તે હકીકત જણાવી ઉપસ્થિત મહાનુભાવોનું શાલ તથા ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ મહુવા જુથ ગામ પંચાયત તરફથી પણ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતભાઈએ સ્વ. ફીરદોશના માતા-પિતાને વંદન કરી પારસી સમાજનું ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે જે પ્રદાન થયું છે. તેની વિગત આપી નામાંકિત તાતા પરિવાર, ગોદરેજ પરિવાર, ડો. હોમી ભાભા, મેડમ કામાને યાદ કરી આ સમારંભમાં હાજર રહ્યા તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ, સંસદ સભ્ય પરભુભાઈ તથા ડેપ્યુટી સરપંચે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કોમોડર અસ્પી મારકરે પારસી ગુજરાતમાં નેવીની કામગીરી અને તેમાં પણ ખાસ કરીને સબમરીનની જોખમકારક કામગીરી વર્ણવી હતી અને નેવીએ તેનો બાહોશ અને શૂરવીર લેફટ. કમાન્ડર ગુમાવ્યો તે બદલ અફસોસ વ્યકત કર્યો હતો. કોમોડર મારકરના વકત્વયથી શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા. મહુવા ખાતેના આ સમારંભમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ દોટીવાલા, ટ્રસ્ટી યઝદી કરંજીયા, ટ્રસ્ટી ડો. ‚સ્તમ મોરેના તેમજ બારડોલી પારસી અંજુમન, વ્યારા પારસી અંજુમન તેમજ પારડી અને ગણદેવી પારસી અંજુમનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ગાપ પંચાયતના સભ્ય નિખિલભાઈ વ્યાસે આભારવિધિ કરી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રીયગીત ગાઈ સમારંભ પૂર્ણ જાહેર કર્યો હતો. સમારંભ બાદ સર્વે આમંત્રિત મહેમાનો અને ગામજનો બપોરના ભોજનમાં સહભાગી થયા હતા.

Similar Posts

  • સફળતા અવશ્ય મળશે!

    એક કોલેજમાં એક પ્રોફેસરે પ્રયોગ કર્યો આ પ્રયોગ કરતી વખતે તેના વિદ્યાર્થીઓ પણ તેની સાથે હતા. સૌ પ્રથમ પ્રોફેસર એ પાણીની એક ટાંકી લીધી, તે પાણીની ટાંકીમાં શાર્ક માછલીને રાખવામાં આવી. અને જોતજોતામાં જ શાર્ક માછલીને સાથે બીજી થોડી નાની માછલીઓ પણ ટાંકીમાં મૂકી દીધી, બધા વિદ્યાર્થીઓએ જોયું કે નાની માછલીઓ મૂકી રહ્યા છે. બધા…

  • Your Moonsign Janam Rashi This Week –
    30 June, 2018 – 06 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં બદલાવ આવી જશે. તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જશો. જમીન જાયદાદના કામમાં 24મી જુલાઈ પછી સફળતા મેળવશો. તાવ-માથાના દુ:ખાવો હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થતા રહેશો. ખાવાપીવામાં જરાબી બેદરકાર રહ્યા તો માંદગીને વેલકમ કરવાનો સમય આવી…

  • રક્ષાબંધન

    પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ? ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી મળી નથી. નણંદ એ કહ્યું કે ભાભી જો કાલ સુધીમાં મળી જાય તો ઠીક છે નહીં તો હું પોતે રાખડી લઈને આવી જઈશ. નણંદ થોડી વધારે દૂર રહેતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    4th April – 10th April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી જેને પ્રોમીશ આપ્યા હશે તે પૂરા કરજો અને જેના પ્રોમીશ પૂરા નહીં કરી શકો તેની પાસેથી મુદત માગંજો. નાણાકીય બાબતમાં જેટલું બચાવશો તેનાથી ડબલ ખર્ચ કરવો પડશે. પરંતુ નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારી…

  • કાયમની કબજિયાત

    અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે…

  • એસ્ટ્રોફિઝિસિસ્ટ નરગીશ મવાલવાલાની એમઆઈટી સ્કૂલ સાયન્સના ડીન તરીકે નિયુકતી

    18મી ઓગસ્ટ, 2020 ના રોજ, પાકિસ્તાનમાં જન્મેલા, ઝોરાસ્ટ્રિયન ક્વોન્ટમ એસ્ટ્રોફિઝિસિસ્ટ નરગીશ મવાલવાલાને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી (એમઆઈટી)ની પાંચ શાળાઓમાંની એક પ્રતિષ્ઠિત એમઆઈટી સ્કૂલ સાયન્સના નવા ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફિઝિક્સ વિભાગના અત્યાર સુધીના એસોસિયેટ વડા તરીકે, મવાલવાલા સપ્ટેમ્બર 1થી નવા ડીન તરીકેનો કાર્યભાર સંભાળશે, એમઆઇટી ન્યૂઝ અનુસાર, છ વર્ષની સેવા બાદ ગણિતના ડોનર પ્રોફેસર…