માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.
આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું.
પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું.
થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી.
પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું.
બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી.
પછીના બે-ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે, પણ કોઈને ખબર ન પડી. થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા.
બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયૂનિયન કાર્યક્રમ હતો. એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી, હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતોના પ્રોફેસર પાસે ગયો. તેણે પ્રોફેસરને કહ્યું, મારા જીવન પર તમારૂં ઋણ છે. આજે હું જીવું છું તો તે તમારા જ કારણે.
પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું, સર, એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા. એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી, પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું. તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી.
પ્રોફેસરે કહ્યું, હું નહોતો જાણતો કે ઘડિયાળ તેં લીધી હતી. મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું નહોતો ઇચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે. જેથી તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય.
આ સાંભળીને તે છોકરો નતમસ્તક થઈ ગયો.
કોઈની ભૂલ ખબર પડવા પર તેનું અપમાન કરવું, નિંદા કરવી અને સજા આપવી સામાન્ય વાત છે, પરંતુ તેની ભૂલ માફ કરીને તેનું આત્મસન્માન બચાવવાની તક આપવી મહાનતા છે.
મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં.

Similar Posts

  • બટર ચિકન બિરયાની

    સામગ્રી: ચિકન બનાવવા માટે 250 ગ્રામ બોનલેસ ચિકન, 1 મોટી ચમચી લસણની પેસ્ટ, 1 મોટી ચમચી આદુની પેસ્ટ, 1 કપ દહી, અડધો કપ કાજૂ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચુ પાવડર, 1 મોટી ચમચી ઘાણા પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડ. 1 કપ ટોમેટો પ્યુરી, 1 કપ ફ્રાઈડ કાંદા, મીઠુ સ્વાદમુજબ 1…

  • માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

    અભિવ્યક્તિ તરીકે મેજિક શબ્દના મૂળ માગીમાં છે. માગી અથવા મેગસ એ ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં મેડીસ તરીકે ઓળખાતા આદિજાતિના પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ધર્મગુરૂઓ હતા. ડેરિયસ ધ ગ્રેટ ઈરાનમાં આધુનિક કરમાનશા નજીક બેહિસ્તુન પર્વત પરના તેમના ઐતિહાસિક શિલાલેખમાં પણ ગૌમાતા નામના ચોક્કસ મગુસ વિશે વાત કરે છે. પશ્ચિમી વિશ્વમાં, માગી શબ્દ સામાન્ય રીતે થ્રી માગી અથવા પૂર્વના ત્રણ જ્ઞાની…

  • પારસી ધર્મમાં કૂતરાઓનું મહત્વ

    છેલ્લા બે વર્ષથી, મેં જોયું છે કે કૂતરાઓની સંખ્યા વધી રહી છે અને તેઓને શેરીઓમાં છોડી દેવામાં આવી છે. પારસીઓ કૂતરાઓ માટે પ્રેમાળ સ્વભાવ રાખવા માટે જાણીતા છે પરંતુ પારસીઓ સહિત અસંખ્ય લોકો, દુર્ભાગ્યવશ, આ ઉમદા જીવોને પોતાની જાતને બચાવવા માટે રસ્તાઓ પર છોડી દીધા છે. ઘણા કૂતરાઓ ભૂખ અથવા અકસ્માતો અને ઉપેક્ષાથી મૃત્યુ પામે…

  • મેથીના લાડું

    મેથી ના લાડવા આ વસાણું શિયાળામાં કોઈપણ જાતના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે અને આમાં સાથે આપણે મુસળી અને ડ્રાયફ્રુટ પણ ઉમેર્યા છે જે પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સામગ્રી: 100 ગ્રામ મેથી નો લોટ, 100 ગ્રામ ઘઉંનો કકરો લોટ, 350 ગ્રામ ગોળ, 150 ગ્રામ દળેલી સાકર, 300 ગ્રામ દેશી…

  • Mahabanoo Mody-Kotwal And Son – Kaizaad Win 2020 National Laadli Media Award

    On 15th December, 2020, celebrated actor and theatre personality – Mahabanoo Mody-Kotwal and her son – Dr. Kaizaad Kotwal’s company, Poor-Box Productions, were awarded the 2020 Laadli Media Awards For Gender Sensitivity, over an online streaming event. They received this prestigious award for their work in bringing the path-breaking play, ‘The Vagina Monologues’, to India,…

  • COVID-19 Claims Life Of Veteran Journalist Gulshan Ewing

    On 18th April, 2020, veteran journalist of Indian-origin, Gulshan Ewing, died of COVID-19, in London, at the age of 92.  Over a 30-year career in journalism, Gulshan Ewing served as the Editor of two leading Indian magazines — ‘Star & Style’ and ‘Eve’s Weekly’, which catered primarily to women. A high-profile society journalist, Gulshan was known to…