શાપુરજી પાલનજીના વંશજ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન, સાયરસ મિસ્ત્રી, 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું 4થી સપ્ટેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેમની મર્સિડીઝમાં અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે ડિવાઈડર પર અકસ્માત થયો હતો. મિસ્ત્રીની ઉંમર 54 વર્ષની હતી. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો.
મિસ્ત્રી ઉપરાંત, અન્ય ત્રણ વ્યક્તિઓ કારમાં હતા – મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલ તેમના પતિ દારાયસ પંડોલ અને દારાયસના ભાઈ જહાંગીર પંડોલ. તેઓ સવારે ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાતે ગયા હતા. એવું માનવામાં આવે છે કે ડો. પંડોલ કાર ચલાવી રહ્યા હતા. સૂર્યા નદી પરના પુલ પર થયેલા અકસ્માતમાં જહાંગીર પંડોલનું પણ મોત થયું હતું. ડો. પંડોલ અને દારાયસ પંડોલને તાત્કાલિક વાપીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું હતું.
શાપુરજી પાલનજી ગ્લોબલ ક્ધસ્ટ્રક્શન કંપનીના વંશજ મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમનું નિધન વાણિજ્ય અને ઉદ્યોગ જગત માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યકત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું, તેઓ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહોતા પણ ઉદ્યોગમાં તેમને એક યુવાન, તેજસ્વી અને દૂરંદેશી વ્યક્તિત્વ તરીકે જોવામાં આવતા હતા.
મિસ્ત્રીના પરિવારમાં તેમની પત્ની રોહિકા અને બે પુત્રો – ફિરોઝ અને ઝહાન છે.

Similar Posts

  • High Court Scraps Plea For Adar Poonawalla’s Security

    Last month, a petition was filed by advocate Datta Mane in the High Court, seeking a direction to the Union and State governments to provide ‘Z-Plus’ security to Pune-based CEO of Serum Institute of India (SII) – Adar Poonawalla, after he reportedly said that he was receiving threats over the supply of vaccine. Earlier, the…

  • શિરીન

    એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું…

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…

  • શરદીમાં મેથીની ભાજી

    ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો?…

  • 2જો જીયો પારસી, જીયો મોબેદ વર્કશોપ

    2જો જીયો પારસી જીયો મોબેદ વર્કશોપ જીયો પારસી ટીમ અને પરઝોર ફાઉન્ડેશન દ્વારા 19મી નવેમ્બર, 2017 ના રોજ સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. છપ્પન ધર્મગુરૂઓ અને ચાર બહેદીન પાસબાનોએ સક્રિય રીતે સંચાર કુશળતાઓને સજ્જ કરવા, સામાન્ય જનતાનાને માર્ગદર્શન આપવા અને સમુદાય દ્વારા સામનો કરવામાં આવેલા મુદ્દાઓ સાથે અસરકારક રીતે મદદ કરવા…