લવ યુ જીંદગી

58 વર્ષની વયે કાલ મેં 57 વર્ષની પત્નીને કહ્યું, ચાલને, થપ્પો રમીએ. પત્નીએ કહ્યું, હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો?? આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે!
મે કહયુ: મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે. આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. ચાલને થપ્પો રમી લઈએ.
પત્નીએ પહેલો દાવ લીધો. એકથી વીસ ગણ્યા. હું સોફા નીચે છુપાઈ ગયો. પત્નીએ બધા રૂમ જોયા. પછી સોફા નીચેથી મને શોધી કાઢ્યો.
એ પછી દાવ લેવાનો વારો આવ્યો મારો.મેં ધીમે ધીમે 20 સુધી ગણતરી કરી.
એ પછી પત્નીને શોધવા આખું ઘર ફંફોસી નાખ્યું.
બધા રૂમ બે બે વાર જોયા. ફળીયુ નવેરૂ જોયું, બધાં કબાટ ખોલીને બરાબર ચેક કર્યું. બાથરુમ-વોશરૂમ જોયા. પત્ની ક્યાંય ના મળે. હું તો ગભરાઈ ગયો. એવી તો કઈ જગ્યાએ છુપાઈ ગઈ કે મળતી નથી ? ત્રીજી વખત રસોડામાં ગયો. રસોડા મા ફ્રીજ ની બાજુમાં એક નાનકડો ખાંચો હતો તેમાં તે કશુંક ઓઢીને સંતાઈ ગયેલ. મે તાળીઓ પાડીને થપ્પો કરી નાખ્યો. પછી બન્ને જોડે ચ્હા પીવા બેઠાં.
પત્ની કહે, મને થપ્પો રમવાની ખૂબ મજા આવી. હવે આપણે રોજ થપ્પો રમીશું.
મે હસતાં હસતાં કહયું થેક્યુ, બસ મારે એટલે જ થપ્પો રમવો હતો. તું વર્ષોથી રસોડામાં ખોવાઈ ગઈ હતી, મારે તને શોધવી હતી.
આજે તું જડી ગઈ. પત્નીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. ક્યારેક ક્યારેક આ રીતે થપ્પો રમી લેવો જોઈએ. ક્યાંક કોઈ ખોવાઈ ગયું હોય તો જડી પણ જાય.
મિત્રો આમ જીંદગી મન ભરી ને જીવી લ્યો. બંગલા મોટર ગાડી નાં ચકર માં થી બહાર નીકળો. જીવાય એટલી જીંદગી જીવી લ્યો. મોજ કરી લ્યો. સાથે કઈ આવવાનું નથી. કયારે કોણ છુટુ પડી જશે?
જીંદગી અફસોસ બની ને ના રહી જાય.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28th November – 04th December, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે ફેમીલીના મદદગાર થશો સાથે સાથે ચેરીટીના કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ગુરૂની કૃપાથી જે પણ કામ કરશો તેમાં સફળ થઈને રહેશો. ફેમીલીમાં ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો થશે. મનગમતી વ્યક્તિને…

  • નાતાલની શીખ

    મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા…

  • TechKnow With Tantra: Spike Conversational E-mail

    Spike Conversational Email helps you be more creative and efficient by consolidating your e-mails and lots more! All your emails and threads are found under the contact with the option of a priority Inbox to focus on important mails. You get smart scheduling inside your email, without ever opening another calendar app. Spike also helps…

  • ક્રિસમસ ટ્રીની પરંપરા

    નાતાલ એ ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર છે, જેને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે, વિશ્ર્વભરના ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની પરંપરાઓ અને રિવાજ તરીકે વિવિધ સ્થળોએ આદર અને નિષ્ઠાથી ઉજવે છે. નાતાલના દિવસની ઉજવણી માટે ચર્ચોને લાઈટો અને કેન્ડલોથી શણગારવામાં આવે છે. નાતાલનાં પ્રસંગે નાતાલનાં વૃક્ષનું વિશેષ મહત્વ…

  • 72 વર્ષીય બાઈકર-ફલી બક્સી લેહ માટે સવારી કરે છે

    નાગપુરના રહેવાસી 72વર્ષીય ફલી બક્સીએ સાબિત કર્યું છે કે ઉંમર ખરેખર માત્ર એક સંખ્યા છે. તેમનું શ્રેષ્ઠ જીવન જીવવા માટેના સાહસ અને ઉત્સાહની અદમ્ય ભાવનાએ તાજેતરમાં જ આ જુસ્સાદાર સેપ્ટ્યુએનેજરને લેહ અને લદ્દાખની બીજી મોટરસાઇકલ રાઇડ પૂર્ણ કરી હતી! જ્યારે અગાઉ રોડ ટ્રિપ્સ મુખ્યત્વે કારમાં કરી હતી, ત્યારે તે ટુ-વ્હીલર પર મુસાફરી કરવાના ઉત્સાહી બન્યા…