એકસવાયઝેડ ૧૨,૧૯૯ પગલાં ભરે છે!

xyz-3એકસવાયઝેડની (એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયન્સ) એમએડી (મેકિંગ અ ડિફરન્સ) ‘એકસવાયઝેડ સ્ટેપિંગ ફોરવર્ડ’ નામની જૂતાં એકઠા કરવાની અનોખી પહેલ રવિવાર, બીજી ઓકટોબર, ૨૦૧૬ના દિવસે યોજાઈ હતી. આ ઝુંબેશમાં એકસવાયઝેડના સભ્યો સ્વયંસેકવકો તથા મિત્રોના સહયોગમાં ૧૨, ૧૯૯ જોડી પગરખાં એકઠાં કરીને એવા ઓછા નસીબવાન લોકોને આપ્યા હતા, જેઓ એ ખરીદી શકતા નથી. આ અદભુત ઈવેન્ટના એકસકલુઝિવ મિડિયા પાર્ટનર બનવાનો ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ છે.

એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયનના પાંચથી ૧૫વર્ષની ઉંમર વચ્ચેના ૧૦૦થી વધુ સભ્યો, તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે મુંબઈમાં સવારે સાડા નવ વાગ્યાથી સાડાબાર વાગ્યા દરમિયાન ૨૧ જુદી જુદી કોલોની/સ્થળોએ ફરીને માત્ર ત્રણ કલાકમાં અધધ કહી શકાય એટલા ૧૨,૯૯૯ જોડી પગરખાં એકઠાં કર્યા હતા! હમારા ફૂટાથ, ગ્રીનસોલ, એન્જલ એકસ્પ્રેસ ફાઉન્ડેશન, ડબલ્યુડબલ્યુએચ (વી વીલ હેલ્પ ચેરિટેબલ ફાઉન્ડેશન) ટ્રસ્ટ (આરે મિલ્ક કોલોની, ઓસ્કાર ફાઉન્ડેશન તથા અન્ય બિન સરકારી સંસ્થાઓને આ પગરખાં ઓછા નસીબદાર એવા લોકોમાં નિ:શુલ્ક વિતરિત કરવા આપ્યાં હતાં, જેથી તેમના જીવનમાંની મુશ્કેલીઓ થોડી ઓછી થાય. એકસવાયઝેડના સ્થાપક હોશંગ ગોટલાએ જણાવ્યું હતું કે, ‘ઓછા નસીબદાર લોકોની સેવા કરવાની શીખ આ પહેલ દ્વારા આપણી કોમનાં બચ્ચાંઓને મળે છે. અમે આ પહેલની શ‚આત આપણી કોમમાંથી જ કરી હતી અને અમારા પોતાના ઘરમાંથી પગરખાં એકઠાં કરીને તેનો આરંભ કરાયો હતો. ગયા મહિનામાં આ સંદેશ તેમના વાચકોમાં ફેલાવવા બદલ અમે પારસી ટાઈમ્સનો વિશેષ આભાર માનીએ છીએ. પગરખાં દાન કરવાની આ ઝુંબેશ વિશે વાંચ્યા બાદ, થાણેમાંના પારસીઓએ ૨૦૦થી વધુ જોડી પગરખાં એકઠાં કર્યા હતાં અને દિલ્હીમાંના પારસીઓ ઓકટોબર મહિનાના અંતમાં આવું અભિયાન હાથ ધરવાના છે! અમે આશા રાખીયે છીએ કે આપણી નાનકડી કોમનાં બાળકો આપણને સાથે બાંધી રાખે છે તથા એકજૂટ થઈને જ‚રિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા આપણને સમર્થ બનાવે છે.

ફાઉન્ડેશને અત્યાર સુધીમાં રોકડ દાન તરીકે ‚પિયા એક લાખ એકત્ર કર્યા છે (દરેક પગરખાંના ૨૦૦ ‚પિયા), જેનો ઉપયોગ ૩૦૦ કરતાં વધારે બાળકોને નવા નક્કોર ફૂટબોલ સ્ટડ્સ અને સ્ટોકિંગ્સ પૂરાં પાડવા માટે થશે, આ ઉપરાંત ‘જયપૂર ફૂટ’ તરીકે ઓળખાતા કૃત્રિમ અંગની ૨૦ જોડનું દાન કરવામાં આવશે. એટલું જ નહીં, દાદરના ૧૧મા સીબીડીએ સ્કાઉટ ગ્રુપનો પણ તેમના સહકાર બદલ તથા આપણી કોમના એ લોકો જેમણે પોતાના ઘર અને દિલના દરવાજા ખોલી પગરખાં એકઠાં કરવામાં મદદ કરી છે તેમનો પણ આભાર.

એકસવાયઝેડ ફાઉન્ડેશન મુંબઈની વિવિધ શાળાઓમાં આ પહેલનો બીજો તબકકો શ‚ કરશે. ‘મોટા પરિવર્તનની શ‚આત એક નાના પગલાથી થાય છે અને અમે એ દેખાડવા માગીએ છીએ કે, આપણી નાનકડી કોમ પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અમારા પ્રથમ પ્રયાસને મળેલી અસાધારણ સફળતા જોતાં આ પહેલનો બીજો તબકકો હજી વધુ મોટા પાયે થશે અને તેમાં એકસવાયઝેડના સભ્યો ઉપરાંત મુંબઈની શાળાઓનો સમાવેશ કરી લેવાશે. આ ઝુંબેશમાં કોર્પોરેટ્સનો સહયોગ મળે તો ખૂબ જ સા‚ં રહેશે, જેથી આ પહેલ વધુ જ‚રિયાતમંદો સુધી પહોંચી શકે’, એમ ગોટલા કહે છે.

Similar Posts

  • પત્ની એટલે પત્ની… કોઈની પણ હોય

    ગામમાં રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો, બાપુને ખુબ ગમતો પણ પત્નીએ ના પાડી, ‘રાતે તમે મોડા આવો, હું ક્યાં સુધી જાગુ?’ અગિયાર વાગે પાછો આવી જઈશ કહીને બાપુ ગયા. ડાયરામાં મોજ પડી ગઈ ટાઈમનુ ભાનજ ના રહ્યુ, રાતે 1 વાગ્યે ઘડિયાળ પર નજર પડી બાપુના મોતિયા મરી ગયા, ચંપલ હાથમાં લઈને ઘર ભણી દોડતા જાય અને…

  • ગવ-પત-શાહ (ગોપતશાહ)

    આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે….

  • પારસી ન્યુઝ

    ડુંગરવાડીને શબવાહીનીનું દાન 12 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ, પારસી અને ઈરાની જરથોસ્તીઓના શબનેે નિવાસસ્થાન / હોસ્પિટલોથી ડુંગરવાડી, મુંબઇ લઈ જવા માટે એક નવી શબવાહિની (ટાટા વિંગર બીએસવીઆઈ હાઈ રૂફ) દાનમાં આપવામાં આવી હતી. શબવાહિની મરહુમ શ્રી જમશેદ ખુરશેદ શેઠના (બોર્ડ ઓફ કોલગેટ પામોલિવ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેકટર)ની પ્રેમાળ સ્મૃતિમાં દાન કરવામાં…

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    13 August 2022 – 12 August 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસ તમારી માટે મધ્યમ જશે. વરસની અંતમાં જ્યાંના ત્યાં હશો. જે પણ કામ કરતા હશો તેમાં મહેનત ખૂબ કરવી પડશે. જાન્યુઆરી 2023 બાદ મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આવતા જુલાઈ 2023 બાદ જીવન સાથી મળી રહેશે….

  • કુળ દીપક

    એકવાર કહી દીધું તે ફાઈનલ હવે વધારે દલીલ ના કરીશ પણ ડોકટરે એના પરિણામ વિશે પણ કહ્યું છે તે તમે બરાબર સાંભળ્યું? હું એવા પરિણામને ગણકારતો નથી. કાલે સવારે તારે અબોર્શન કરાવવાનું છે બસ. આ મારો આખરી નિર્ણય છે ‘સારૂં ત્યારે હું પણ તમને મારો આખરી નિર્ણય કાલે સવારે જણાવીશ કહી સુનિતા પડખું ફેરવી સુઈ…

  • પ્રસ્તુત નિવેદનો ચાલુ છે ‘ડિઝાઇન એન્ડ ક્ધસ્ટ્રક્શનનું ફ્યુચર’ પેનલ ચર્ચા, રતન ટાટા મજબૂત બનાવે છે

    ટાટા ગ્રૂપના અધ્યક્ષ અને આપણા સમુદાયનું ગૌરવ, રતન ટાટાએ 20 એપ્રિલ, 2020 ના રોજ ‘ફ્યુચર ઓફ ડિઝાઇન એન્ડ ક્ધસ્ટ્રક્શન’ વિષયક વર્ચ્યુઅલ પેનલ ચર્ચામાં પોતાનાં મંતવ્યો શેર કરતાં, મુંબઈના કેન્દ્રમાં ધારાવીની અસંગઠિત છાપનું વર્ણન કર્યું હતું. નિષ્ણાતો મોટે ભાગે કોરોનાવાઈરસના ફેલાવોનો ડર રાખે છે, ધારાવીના આશરે આઠ થી નવ લાખ લોકોની 2.5 સ્કે. કિ.મી.ની જગ્યામાં ભરાયેલા…