પ્રશ્ર્ન છે ફકત પસંદગીનો!!

જેરી એક હોટલનો મેનેજર હતો. તે સૌનો ઘણો માનીતો હતો કારણ કે તે હમેશા સારા મૂડમાં જ જોવા મળતો. કોઈની સાથે પણ ગુસ્સે થવાને બદલે દરેક સાથે તે સમજાવટથી કામ લેતો.

જ્યારે જ્યારે જેરી પોતાની નોકરી બદલતો ત્યારે તે હોટલના ઘણા વેઈટર પણ તે હોટલ છોડી તેની સાથે બીજી હોટલમાં કામ કરવા જતા, કારણ કે જેરી તેમનો પ્રોત્સાહક હતો. તેમનું પ્રેરક બળ હતો. જો હોટલના માલિકનો મૂડ ખરાબ હોય અને તે વેઈટરો પર ખીજવાય તો જેરી વેઈટરોને તે વાત મન પર ન લઈ તેની હકારાત્મક બાજુ ઉજળી બાજુ શી રીતે જોવી તે શીખવતો. એની આ રીતથી એનો મિત્ર બહુ જ અચરચ પામતો કઈ રીતે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ખુશ રહી શકતો તેની તે મિત્રને નવાઈ લાગતી.

એક વખત તે મિત્રે જેરીને પૂછયું ‘મને સમજ પડતી નથી કે કોઈ પણ વ્યક્તિ હમેશા શી રીતે હકારાત્મક કે આશાવાદી હોઈ શકે? તું શી રીતે હંમેશા આટલો આશાવાદી રહી શકે છે?’

જેરીએ જવાબમાં જણાવ્યું, ‘દરરોજ જ્યારે હું સવારે ઉઠું છું ત્યારે હું મારી જાતને કહુ છું કે આજે મારી પાસે બે વિકલ્પો છે. હું સારા મૂડમાં રહેવાનું પસંદ ક‚ કે ખરાબ મૂડમાં રહેવાનું પસંદ ક‚ અને હું હમેશા સારા મૂડમાં રહેવાનું પસંદ ક‚ં છું. જ્યારે કોઈપણ ખરાબ બનાવ બને ત્યારે મારી પાસે બે પસંદગી છે. એક તો એનાથી મને ખરાબ અસર થાય યા તેમાંથી હું કાંઈ સા‚ં શીખવાનો પ્રયત્ન ક‚ં અને હું હમેશા તેમાંથી કાંઈ સા‚ં શીખવાનો પ્રયત્ન ક‚ં છું. જ્યારે મારી પાસે આવીને કોઈ ફરિયાદ કરે ત્યારે પણ મારી પાસે  બે પસંદગી હોય છે કયાં તો હું તેમની ફરિયાદો સ્વીકારી લઉં અને તેમની ‘હામાં હા’ ભેળવું યા તેમને જીવનની હકારાત્મક બાજુ બતાવું અને હું હંમેશા જીવનની હકારાત્મક બાજુ બતાવવાનું પસંદ ક‚ં છું.’ મિત્રે અસંમત થતાં કહ્યું, ‘પરંતુ તેમ કરવું હમેશા સહેલું નથી,’ જેરીએ કહ્યું, ‘હા તે છે.’

થોડા વરસો બાદ મિત્રે એવી વાત સાંભળી કે જેરીએ અકસ્માતિક રીતે એવી ભૂલ કરી કે આપણે કદી હોટલ વ્યવસાયમાં કરવાનું ધારી પણ ન શકીએ. એક દિવસ ભૂલમાંજ જેરીથી હોટલનું પાછલું બારણું ખુલ્લુ રહી ગયું અને પછી વહેલી સવારે ત્રણ શસ્ત્રધારી વ્યક્તિઓએ તેને લૂંટયો. તેની પાસેથી મોટી રકમની માંગણી કરી. તિજોરીની કળનું જે ‘કોમ્બિનેશન’ હતું તે સરકી ગયું. લૂંટારાઓ અધિરા થઈ ગયા અને તેમણે જેરીને ગોળી મારી. સારા નસીબે થોડા જ સમયમાં હોટલનો સ્ટાફ આવતાં તેમણે જેરીને ઝડપથી હોસ્પિટલ ભેગો કર્યો. અઢાર કલાકની શસ્ત્રક્રિયા અને અઠવાડિયાઓ સુધી આઈસીયુમાં રાખ્યા બાદ આખરે જેરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. પરંતુ હજી તેના શરીરમાં બુલેટસની કરચો રહી જવા પામી હતી.

આ અકસ્માત પછી લગભગ છ મહિના બાદ તેનો મિત્ર તેને ફરી મળ્યો ત્યારે તેણે જેરીની ખબર પૂછી, જેરીએ જવાબમાં જણાવ્યું, તું મારા ઘાના નિશાન જોવા માંગે છે?’ મિત્રે તે જોવાની ના પાડી, પણ તેણે પૂછયું, ‘જ્યારે લૂટા‚ંઓ લૂંટફાટ કરવા લાગ્યા ત્યારે તારા મનમાં શું વિચાર આવ્યા?’

જેરીએ કહ્યું, ‘પહેલો વિચાર તો એ આવ્યો કે મારે પાછળનું બારણું બંધ કરવું જોઈતું હતું. પછી જ્યારે એ લોકોએ મને ગોળી મારી અને હું જમીન પર પડયો ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે બે વિકલ્પો છે. હું જીવવાનું પસંદ ક‚ં ક મરવાનું પસંદ ક‚ં. મારો અંતરાત્માનો અવાજ મને કહેતો હતો કે હું સારો થઈ જઈશ.’

તેણે આગળ ચલાવ્યું, ‘પરંતુ હોસ્પિટલમાં જ્યારે તેઓ મને ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા ત્યારે ડોકટરો ને નર્સોના ગંભીર મુખ જોઈ હું ખરેખર ડરી ગયો. તેમની આંખો મને કહી રહી હતી કે આ માણસ મરેલા જેવોજ છે. મને થયું મારે કાંઈક કરવું જોઈએ.

મિત્રે પૂછયું, ‘તે શું કર્યુ?’ ‘એક હેડ નર્સે જોરથી મને પૂછયું તમને કશાની એલજી/ છેૅ મેં હક્યું, હા, આ સાંભળી તેઓ પોતાનું કામ કરતા અટકી ગયા. મારા જવાબની રાહ જોવા લાગ્યા. મેં ઉંડો દમ લઈ કહ્યું, ‘હા મને બુલેટસની એલર્જી છે.’ આ સાંભળતા ત્યાં હાસ્યનું મોજુ ફરી વળ્યું પણ તે ન ગણકારતા મેં તેમને કહ્યું, ‘મને જીવવું છે તમે મારા પર ઓપરેશન કરવાનું શ‚ કરો. હું મરી નથી ગયો.’ જેરીએ પોતે બચી ગયો તેનો બધો યશ ડોકટરોની કુશળતા અને તેમની પોતા પ્રત્યેની ખંત અને કાળજીને આપ્યો પણ મિત્રને લાગ્યું કે જેરી તેના ચક્તિ કરી નાખે એવા આશાવાદી વલણને કારણે જ જીવતો રહ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *