યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ
તે જીને તે માછીનું દિલ પિગળાવવાને અનેક પ્રકારની તકરાર લીધી પણ તે સર્વે વ્યર્થ ગઈ. તે જીન બોલ્યો કે ‘રે માછી! હું તને વિનંતી કરૂં છું કે તું આ વાસણ ઉઘાડ! તું જો મને મારૂં છુટાપણું પાછું આપશે તો તેનો જે બદલો હું વાળી આપીશ તેથી તું એટલો તો સંતોષ પામીશ કે તને ફરિયાદ કરવાનું…
