ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
તે વખતથી વાતચીત તરેહવાર બાબતો તથા ગમતોને લગતી તથા જીંદગી ભોગવવાની રીતો વિશેની હતી. તે ફકીરો ઉઠી ઉભા થઈ પોતાની રીત પ્રમાણે નાચવા લાગ્યા અને તેઓએ નાચવાના હુન્નરની ચાલાકી બતાવ્યા ઉપરથી તે બાનુઓએ તેઓ માટે બાંધેલા સારા વિચારોમાં વધારો થશે તેવુંજ નહીં પણ ખલીફ તથા તેના સોબતીઓ તેઓની ઘણીજ તારીફ અને વાખવાખી કરવા લાગ્યા તે…
