કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો
અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો. સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી. વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ…
