ચાલ જીવી લઈએ!
થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા…
