રૂસ્તમની બાનુ તેહમીના
પેલીગમ તેહમીનાને ખબર પડી કે સોહરાબ પોતાના બાપનેજ હાથે ખંજરથી બેજાન થયો છે. તે જાણી તેણીએ પોકાર કર્યો. તેણીએ પોતાનો પોષાક ચાક કર્યો. તેણી ગમની ગીરફતારીમાં પોતાનો સુંદર ચહેરો ચાક કરવા લાગી અને હોશ ખોઈ બેફામ બની ગઈ. તેણી પોતાને મોઢે માથે ધૂળ ભરવા લાગી અને જાર કરી પોકારવા લાગી કે કયાં ગયો હવે? ઓ…
