શિરીન
પોતાનાં બચ્ચાને એમ રડતું જોઈ ઝરી જુહાકનું પણ દીલ પીગળી ગયું ને તેવણ ધીમે ધીમે શાંત પડી અંતે તે ઈન્જેકશનની અસરથી થોડાવારમાં ઉંઘમાં પડી ગયા. ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે પણ ઉઠી પોતાનો ચહેરો રૂમાલ વડે નુછતાં શિરીન વોર્ડનને કહી સંભળાવ્યું. ‘શિરીન, જરા દિલ્લા, હિલ્લાને જણાવી દે જે કે હું આજે બપોરનાં જમનાર નહીં હોવાથી મારી…
