હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન
પારસીઓ સાસાનીઅન જમાનામાં જે માર્ગે હજારો વહાણો રાખી વ્યાપાર કરતા હતા અને એમ જળ માર્ગે દેશે દેશ જઈને ખાસ કરીને હિન્દમાં કોલોની સ્થાપતા હતા તે બાબદ પ્રોફેસર હાદી હસનના ઈરાની નેવી ઉપરના લેખથી પુરવાર થઈ છે. વળી જળ માર્ગે ઈરાનથી હિન્દમાં અનેક દેશાગમનો થતા હતા તેની બુરહાન આનોલ્ડની ચોપડીમાં પાને 81-82 ઉપરના લખાણથી માલમ પડે…
