Shirin – 12 October 2016
પછી નાલ્લી હિલ્લાએ સેજ નરમાશથી કહી સંભળાવ્યું ‘તું આવી તોબી એમાં કંઈ ખોટું નહીં હતું શિરીન, પણ જરા કપડાં તો સોજાં બોલ મને લાયક પહેરતે?’ ‘મારી…મારી આગળ બીજાં હતાં જ નહીં.’ ‘તો પછી તુંને નહીં જ આવવું હતું, શિરીન.’ ‘હું આવવા મસગતી જ નહીં હતી પણ તમારા બ્રધરે હુકમ કીધાથી મને આવવું જ પડયું. ફરી…
