સૌથી મોટી ટીપ
ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સામે હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો. મોટા મોટા ઉધોગપતિઓના ઠાઠમાં અને પોતે એક વેઈટરના રૂપમાં. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા…
