ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
હું આ શહેરમાં રહું છું પણ આજ શિવાય આ ઘરમાં હું કદી આવ્યો નથી અને જેમ તમે મને અત્રે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડળીમાં હું આવી પડયો છું તેથી હું પણ થોડો અચરત થતો નથી પણ સર્વેથી વધારે અચરતી મને જે લાગે છે તે એ કે આ ઘરમાં એક મરદ પણ દિસ્તો નથી….
