સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે…
