હમામની યાને રોજ નાહતી વખતે લેવાની બાજનો તથા તેને લગતી તરીકતનો ખુલાસો
આ હમામની બાજ, શયતાન બાજીની હાલત તેમજ દરૂજીએ-બુજીની હાલત સિવાયની બીજી સાધારણ હાલતમાંજ ફકત ધરી શકાય છે. તે જરૂર ધ્યાનમાં રાખવું. વળી અઈવીસ્ત્રુથ્રેમ ગેહ શરૂ થાય ત્યારથી યાને અઈવીસ્ત્રુથ્રેમ મહેરથી (એટલે સુરજ અસ્ત પામ્યા પછીની 36મીનીટ જવા દઈ પછીથી) તે રાતના મુંબઈ ટાઈમ 3 વાગા સુધી સાધારણ હમામ કરવો નહી યાને બીલકુલ નહાવું નહીં. પણ…
