નૂતનવર્ષનો નવલો સંકલ્પ અંતરના કોડિયામાં દીવડાં પ્રગટાવીએ

નૂતનવર્ષનો નવલો સંકલ્પ અંતરના કોડિયામાં દીવડાં પ્રગટાવીએ

આઝાદી પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણાં ભારત દેશની અનેક અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ શકી નથી. અનેક આકાંક્ષા ફળિભૂત થઈ નથી. સ્વતંત્રતાના મીઠાફળ હજી રાષ્ટ્રના છેવાડાના માનવી સુધી પહોંચ્યા નથી. ભારત દેશમાંથી ગરીબી ઓછી થઈ નથી. બેકારી નાબુદ થઈ શકી નથી. વસ્તીવિસ્ફોટ અને નિરક્ષરતામાંથી મુકત થવા માટે દેશને હજુ અનેકવિધિ અંધારા ઉલેચવા પડશે. ગરીબીમાંથી બહાર આવવા…