શિરીન
‘આબાન, પપ્પા પપ્પા કેમ છે?’ ‘હજી એવણનો દમ ચાલેછ પણ ડોકટરો કહેછ કે હવે આખરી આવી લાગીછ.’ શિરીન વોર્ડન એ સાંભળી ખુદાના હઝારો શુક્રાના કરી લીધા કે તેણી મળી શકે ત્યાં વેર તેણીનો બાપ હજી જીવતો હતો. પછી ઉતાવળે પગલે તેઓ બન્ને વોર્ડમાં દાખલ થયા તે પદડા કરી લીધેલા પલંગ આગળ જઈ ઉભાં કે દીલનાઝ…
