જાલ એન્જિનિયરને ‘ગ્લોબલ ટીચર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો
લોનાવાલાના જાલ કોચિંગ ક્લાસીસના જાલ નાદર એન્જિનિયરને તાજેતરમાં એકેએસ એજ્યુકેશન એવોડર્સ ઇવેન્ટ 2020માં શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત ગ્લોબલ ટીચર એવોર્ડ એનાયત કરાયો હતો, જેમાં વિશ્વભરના 110 દેશોના પસંદગીના શિક્ષકોને વૈશ્વિક માન્યતા આપવામાં આવી છે. લોનાવલા અને આજુબાજુના નાના ગામોમાં 58 વર્ષીય જાલ સર તરીકે જાણીતા છે. તેઓ ચાર દાયકાથી વધુ સમર્પિત શિક્ષક છે,…
