સિકંદરાબાદની ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન દરેમેહરની 101મી શુભ સાલગ્રેહની ઉજવણી
14મી જુલાઈ, 2021ના રોજ (રોજ અરદીબહેસ્ત, માહ અસ્ફંદાર્મદ), સિકંદરાબાદમાં એમજી રોડ પર સ્થિત ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન દરેમેહરની 101મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા રોગચાળાના નિયંત્રણોને લીધે, જાહેર ઉજવણી ગત વર્ષની જેમ, ઓછી થઈ હતી. હાવન ગેહમાં માચી પધરાવવાની ક્રિયા સવારે 7.00 કલાકે કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 10.30…
