જાલેજરની બાનુ રોદાબે
હવે મેહરાબે મહેલમાં આવતાં સીનદોખ્તને એ પ્રમાણે અત્યંત દલગીર જોઈ સબબ પૂછયો. તેણીએ ઘણી રડતી આંખે રોદાબે બાબે સઘળી હકીકત કહી કે ‘જાલેજરે તેણીનું દિલ જીતી લીધું છે અને મેં તેણીને સમજાવવા છતાં તેણીએ તેના ઉપર દીલ બાંધ્યું છે જેથી છેવટે આપણી ખાનાખરાબી થશે.’ આ સખુનો સાંભળી મેહરાબ ચોકયો અને પોતાની કમર ઉપરની તલવાર ઉપર…
