જાલેજરની બાનુ રોદાબે
પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું…
