શાહનામાની સુંદરીઓ
જાલેજરની બાનુ રોદાબે એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’ સેતારેશનાસોએ સેતારાની ચાલ…
