સુલતાનના ત્રણ શાહજાદા, બાપે તેમની કસોટી કરવા મુસાફરીએ મોકલ્યા
હિન્દુસ્તાનમાં એક સુલતાન મોટાં રાજ્યનો માલેક હતો. તેને ત્રણ દિકરા હતા. આ ત્રણ રાજકુમારોમાંથી સૌથી મોટાનું નામ હુસેન હતું. બીજા શાહજાદાનું નામ અલી હતું અને ત્રીજા રાજકુમારને આહમદના નામથી સૌ ઓળખતા. સુલતાનનો એક નાનો ભાઈ જે ગુજરી ગયો હતો તેને એક દીકરી હતી. તે પણ નાની હોવાથી આ ત્રણે શાહજાદાઓ ભેગી ઉછરી હતી. તેઓ સૌ…
