સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો
‘દરૂજી-એ-સએની’ યાને એક ગામ યા દેશના લોકોના ખરાબ બુરા આચાર વિચારો તથા અપ્રામાણિક અને અનીતીવાન રહેણી કરણીઓના ગુબારો યાને હવામાં બંધાયેલા અણદીઠ પડોને લીધે ઉત્પન્ન થતી નુકસાનકારક અસરો, કે જે ‘દરૂજી-એ-સએની’ને લીધે જ મુરકી, દુકાળ, આફતો, તથા જાતજાતની બીમારીઓ વગેરે તે દેશ કે શહેરમાં આવી પડે છે, તે સામે સરોશ યઝદ પોતાની પાસબાની(પનાહ)માં રહેતાં ઉરવાનોને…
