એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી
એક ફળવંત શેહેરમાં એક રાજા રાજ્ય ચલાવતો હતો. આ રાજાને એક શાહજાદો હતો. તે શિકાર કરવાનો ઘણોજ શોખ રાખતો હતો. તેથી તે ગમતમાં તે ચાહે એટલો લાડ તેનો બાપ લડાવતો હતો. પણ તેણે તે સાથે પોતાના વડા વજીરને તાકીદથી હુકમ કીધો હતો કે શાહજાદો જ્યારે શિકારે જાય ત્યારે હંમેશ તેની સાથે રહેવું અને તેને નજર…
