બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

Motlibai૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી.
૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે પુત્રો નવરોજી અને નશરવાનજી માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેઓ એક અલાયદું જીવન જીવી રહ્યાં હતાં. તે ભાગ્યે જ પોતાના નિવાસ સ્થાનને છોડીને જતા હતા.
તેવણનું જીવન એમ જ ચાલ્યા રાખ્યું હોત અગર એમના પિતા મૃત્યુ ન પામ્યા હોત. જ્યારે તે ૩૧ વરસના હતા ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા અને ઘર સંભાળવાની જિમ્મેદારી તેમના માથા પર આવી ગઈ હતી. મોટલીબાઈએ ફકત પ્રાથમિક શિક્ષણ લીધું હતું પણ કામ કરવાની સૂઝ અને કરકસર તેમના ધંધા માટે ફળદાયી નીવડી હતી. વાડિયા સામ્રાજ્ય વિસ્તરી શકે તે માટે ૧૮૬૩માં એમણે પોતાના બન્ને સંતાનોને યુરોપ મોકલ્યા હતા. ૧૮૬૪-૧૮૬૫ દરમ્યાન જ્યારે શેર-મેનિયાના ઉદ્યોગો તૂટી પડયા હતા ત્યારે ભારે નુકસાન થતા પણ તેમનામા બિઝનેસ કરવાની કુશળતાને લીધે તે ટકી ગયાં હતાં.
તે ઘણાં જ ધાર્મિક મહિલા હતા. તેમના જીવનકાળ દરમિયાન બાજ-રોજગાર અને અન્ય વિવિધ કામગીરી માટે તેમણે નાણા સાચવી રાખ્યા હતા. ઘણી દરેમહેરની જાળવણી માટે એમણે મોટી રકમો આપી હતી, નવસારી ખાતે વડી દરેમહેર અને ફોર્ટ વિસ્તારમાંની એક દરેમહેર, એમના પિતા જહાંગીર નશરવાનજી વાડિયાની યાદમાં બનાવી હતી. ૧૮૯૪માં તેમણે ઉદવાડા આતશ બહેરામનું પુન:બાંધકામ કરાવ્યું હતું અને મકાનના ભાવિ નિભાવ માટે પણ નાણાઓ બાજુએ મૂકી રાખ્યા હતા. ઉદવાડા સ્ટેશનથી ત્રણ માઈલનો રસ્તો બનાવવાના પૈસા તેમણે ગર્વમેન્ટ પાસે જમા કરાવ્યા હતા. બીજી પણ સખાવતો કરી હતી. જેમાં માહિમ ખાતે એક દવાખાનું તથા બાઈ મોટલીબાઈ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
તેમણે જે.એન. પીટીટ પારસી બોયઝ અનાથાલયને જમીન અને નાણાકીય રીતે મદદ કરી. સુરતના નાગરિકો જે આગ દ્વારા પીડિત હતા તે લોકોને ઉદારતાપૂર્વક ફાળો આપ્યો તથા પારસી પંચાયત ફંડ માટે પણ ફાળો આપ્યો હતો. તેમણે ઘણા ગરીબ પરિવારોને વેતન ચૂકવી ટેકો આપ્યો હતો.
મોટલીબાઈ પાસે જૂના સિક્કાનો સુંદર સંગ્રહ હતો અને તેમનું સ્વપ્ન હતું કે તે સિકકા રાણી વિકટોરિયાને ભેટ આપવાનો. પણ જીવતાજીવત એ સ્વપ્ન પૂ‚ં નહીં થયું અને એમના મૃત્યુ પછી એમના દીકરા નવરોજીએ તે સ્વપ્ન પૂ‚ં કર્યુ હતું.
સ્વીકૃતિ: કાવસજી ટોક્ષી, માસ્યાની પુત્રી, ‘હોલ ઓફ ફેમ’ ૭મી વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન કોંગ્રેસ ડિસેમ્બર ૨૮, ૨૦૦૦જાન્યુઆરી ૧, ૨૦૦૧, ફરી છાપવા લેખકની પરવાનગી.

Similar Posts

  • કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

    કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું….

  • આપણી જુન્ની તે સુન્ની પારસી કહેવતો!

    ગુજરાતી સાહિત્યમાં પારસી બોલી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પારસી સાહિત્યકારોએ લોકગીત, કવિતા, ગરબા લોકસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક ધાર્મિક અને ઐતિહાસિક સંશોધન, પત્રકારત્વ વગેરેમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રી જમશેદજી ન. પિટિટે ‘કહેવતમાળા’ નામે કહેવત સંગ્રહ બે વોલ્યુમમાં પ્રગટ કર્યો છે. એ ‘કહેવતમાળા’ની બરોબરીમાં ઉતરે એવા અન્ય કહેવતસંગ્રહ ગુજરાતી ભાષામાં આજ સુધી પ્રગટ…

  • દશેરો: દ્રુષ્ટતા પર વિજયનો તહેવાર

    નવરાત્રી એટલે નવરાત અને દસમો દિવસે એટલે દશેરો. દશેરાને દશાહરા તથા દશેન (નેપાળમાં), દુગાષ્ટમી (ઈસ્ટ ઈન્ડિયામાં), નવરાત્રી (વેર્સ્ટન ઈન્ડિયા) વિજયા દશમી (દસમા દિવસે મળેલો વિજય) અશ્ર્વિન મહિનામાં હિન્દુઓ દ્વારા ઉજવાતો મોટો તહેવાર છે અને ભારતના જે દેશોમાં હિંદુઓ રહે છે ત્યાં અલગ અલગ રીતોથી દશેરો ઉજવવામાં આવે છે. દશેરા શબ્દનો મતલબ છે ‘દશ’ એટલે દસ…

  • An Angel For Animals: Roxanne Davur

    “The greatness of a nation and its moral progress can be judged by the way its animals are treated,” said Gandhiji. In so much Roxanne Davur contributes greatly by having realized her love for animals into a full time occupation with ‘Probably Paradise’, Trust for Animal Welfare. Parsi Times Reporter Binaisha M. Surti catches up with the inspiring Roxanne Davur, who lives by and urges us all to adhere to her philosophy, ‘be kind and compassionate towards all creatures’.

  • અમર ઈરાન

    કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન…

  • શિરીન

     ‘હલો શું છે શિરીન?’ ‘તમો…તમો આયા તેથી થેન્કસ, પણ તમારા મધરની તબિયત ઘણી બગડી આવવાથી તમને હમણાં જ બોલાવે છે. ‘શું થયું મંમાને?’ ‘છાતીમાં ઘણી પેન મારેછ તેથી પ્લીઝ… પ્લીઝ ફીલ, તમો જલ્દી આવો કારણ મને એકલી હોવાથી બીક લાગે છે. તે કકળતો આરજુ કરતો અવાજ બોલતો બંધ પડયો કે ફિરોઝ ફ્રેઝરે મકકમતાથી જણાવી દીધું….