સ્ટેજ ઉપર નૃત્યકળાની શઆત કરનાર

જવાનીની શ‚આતમાં સ્ત્રીના પાર્ટ કરવામાં જમશેદજી માદન ઘણા જ વિખ્યાત હતા. જવાનીમાં તેવણ અતિ ‚પાળા અને ચેહરેનુમન હતા. તમાશબીન આલમ હમેશા મરહુમને ‘જમશેદ માદન’ને લાડકા નામે ઓળખતી હતી. ગાયન કરવામાં, જાણીતા દાદી વર્કિંગબોક્ષવાળા નામના એક કાબેલ ગાયક એ મંડળને હાથ લાગી જવાથી, મરહુમને સંગીતની અચ્છી તાલિમ મળી ગઈ હતી. અલાઉદ્દીનના ખેલમાં, જે કઠણ પ્રકારના ગાયનો સ્ટેજ થયાં હતાં તે એ જ વર્કિંગબોક્ષવાળાની કારસાજી હતી. એ દાદાભાઈ તે વખતે પ્રખ્યાત ગાયન ઉત્તેજક મંડળીના જાણીતા ઉસ્તાદ ઈમદાદખાનના હાથ હેઠળ ગાયનની તાલિમ લેતો હતો. તેના અનુભવનો લાભ, કલબ એલ્ફિન્સ્ટને લીધો હતો.
હિંદુસ્થાની નૃત્યકળાનો પહેલવહેલો ભાસ મુંબઈમાં તમાશબીન આલમને મરહુમ જમશેદજી માદને આપ્યો હતો. માથા ઉપર બત્તીનું ઝુમર, અને પાણીની ભરેલી ગાગર રાખી નૃત્યકલાની હુન્નરમંદી દેખાડવાનું કામ શંકરશેઠની નાટક શાળાના તખ્તા ઉપર મરહુમ જમશેદજી માદને પહેલવહેલું સ્ટેજ કીધું હતું. સામટી રીતે લેતાં જમશેદજી માદન, તે વખતની તમાશબીન આલમના એક પ્યારા અને અતિ માનીતા ખેલાડી હતા. પોતાની વધતી જતી વેપારી રોકાણો અને બીજી અગવડોને લીધે, જમશેદજી માદને સ્ટેજને જાથુકની છોડી દીધી હતી અને પોતાની કલબને બીજા કારોબારીઓને સ્વાધીન કરી તેની તમામ જોખમદારી પોતે પોતાના માથે રાખી લીધી હતી. મરહુમને હસ્તક કાંઈ એક જ નાટક મંડળી ચાલતી હતી, એમ સમજવું નહીં. એ માદન સન્સને હસ્તક અનેક નાટક ટોળીઓ કલકત્તામાં ચાલી રહી છે. તે માહેલી એક અતિ ઘણી મોંઘી કીંમતે માદન સન્સે ખરીદી લીધેલી, મરહુમ કાવસજી ખટાઉની આલફ્રેડ નાટક મંડળી હતી. સાંભળ્યા પ્રમાણે એ દોઢ લાખ ‚પિયે, તેની તમામ મિલ્કત સાથ ખંડી લીધી હતી, જે મંડળી ગયા સાલમાં, મુંબઈમાં ખુશ‚-શિરીનનો પ્રખ્યાત ખેલ કરી ગઈ હતી.
મરહુમ જમશેદજી માદન દરેક રીતે ઠાવકા અને ગણત્રીબાજ હતા. ટૂંક પૂંજીમાંથી ધંધો વેપાર વધારી પોતાનો કલકત્તા જેવા શહેરમાં એક આગેવાન શાહ સોદાગર તરીકે મચી રહયા હતા. પોતાની કોમના ગરીબ હમદીનોની દાજને મરહુમ પોતાને હઈડે સદા ધરતા હતા. ગણત્રી પ્રમાણે નાટકના ધંધામાં માલેક તરીકે પડેલા સઘળા હમદીન પારસીઓમાં, ફકત બેથી ત્રણ જણોમાં પહેલી પંક્તિએ ઉભેલા મરહુમ જમશેદજી ફરામજી માદન, મરહુમ કાવસજી પાલનજી ખટાઉ, મરહુમ દાદાભાઈ રતનજી ઠુંઠી.
મરહુમ જમશેદજી માદનના મારી જાણ પ્રમાણે પાંચ ભાઈઓ હતા. એ પાંચો ભાઈઓના નામ હતા મરહુમ ખરશેદજી ફરામજી માદન, મરહુમ નશરવાનજી ફરામજી માદન, મરહુમ જમશેદજી ફરામજી માદન, મરહુમ જહાંગીર ફરામજી માદન અને પેસ્તનજી ફરામજી માદન.
૧) ખરશેદજી માદને નાટક તખ્તા ઉપર ઝાજી વિખ્યાતી નહોતી મેળવી. મરહુમ દાદી પટેલના ગુજર પામ્યા પછી ઓરિજીનલ વિકટોરિયા કલબમાં એવણ સામેલ થયા હતા અને પરદેશમાં ગુજર પામ્યા હતા.
૨) નશરવાનજી ફરામજી માદનની ખેલાડી તરીકેની કારકીર્દી તમે આગલા લેખમાં વાચી ગયા છો.
૩) જમશેદજી ફરામજી માદન, માદન બીરાદરોમાં સઘળા ભાઈઓમાં ઠરેલ, ઠાવકા, કેળવાયેલા, સાલેસ અને સખાવતી દીલગુરદાના હોવા ઉપરાંત, સહાસિક જીગરવાળા નીતીરિતીના ધોરણ ઉપર ચાલનારા એક ચુસ્ત હમદીન જરથોસ્તી હતા સરકારે તેવણને માનપાનથી નવાજી તેમના કામની કદરનાસી કરી હતી.
૪) જહાંગીર ફરામજી માદન એક નમાના અને ઘણા જ મિલનસાર તથા માયાળુ સ્વભાવના માદન ભાઈઓ માહેલા એક સૌથી નાનાભાઈ હતા નાટકના ધંધામાં મરહુમ જહાંગીર તોડાંક વરસ રહ્યા પછી તેને એ ધંધો પસંદ નહીં પડયો અને સ્ટેજને છોડી મુંબઈમાં આવી યુનાની હકીમુ કરવા માંડયુ હતુ. મરહુમ સાધુ સંતની દોસ્તી ઉપર ચીત લાગ્યું હતુ અને એ દોસ્તીના પરીણામમાં મુંબઈમાં તેણે ‘ખાકી તેલ’ નામની લકવા અને સંધિવાની બીમારી ઉપર કારગત લાગે એવું તેલ બનરવી તે વેચવા માંડયું હતું. તેવણ મુંબઈમાં ગુજર પામ્યા હતા.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • મા બાપને ભુલશો નહીં!

    એક વૃધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે. જજે પૂછ્યું તમારો કેસ કોની વિરુધ્ધ છે? તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ. જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે? વૃધ્ધ કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું. જજે કહ્યું : આ તો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 February, 2019 – 22 February, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધી જશે. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. તમારા જીવનસાથીને શોધવામાં સફળ થશો. જો તમારા લગ્ન થયેલા હશે તો ધણી-ધણીયાણીમાં સારા સારી રહેશે. રોજના કામમાં નાના ફાયદા…

  • ઈરાન! પુરાતન ઈરાન!!

    ઈરાન! પુરાતન ઈરાન!! જેનો દોરદમામ એકવાર એટલો તો હતો કે ગોયા આખી દુનિયા તેને નમન કરતી હતી. જ્યાં ત્યાં ઈરાનની બુલંદ ધજાને બીજા નાના મોટાં સર્વે રાજ્યો તરફથી માન આપવામાં આવતું હતું. ઈરાનના નામદાર શાહોએ પોતાના ફળવંત અને બાગેબહેસ્ત જેવાં બહોળાં મુલકો ઉપરાંત પોતાનું રાજય દુનિયામાં ચોતરફ ફેલાવી મુકયું હતું. તેમાં તેઓએ હિન્દુસ્તાન જેવા દ્રવ્યવાન…

  • તાતા સ્ટીલે સર દોરાબજી તાતા પાર્કને જમશેદપુરના નિવાસીઓને ફરી સમર્પિત કર્યો

    10મી ઓકટોબર, 2020, સર દોરાબજી તાતાના પત્ની લેડી મેહરબાઈ તાતાની 141મી જન્મજયંતિ નિમિત્તે તાતા સ્ટીલ (જમશેદપુર) એ પાર્કની સિલ્વર એનિવરસરી નિમિત્તે જામશેદપુરના રહેવાસીઓને બિસ્તાપુરના સર દોરાબજી તાતા પાર્કને ફરીથી સમર્પિત કર્યો. આ પ્રસંગે, તાતા સ્ટીલના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર, ટીવી નરેન્દ્રએ, નવીનીકરણ પાર્કનું અનાવરણ કર્યું હતું, અને તેમની પત્ની, રૂચી નરેન્દ્રને, લેડી મેહેરબાઈ તાતાની પ્રતિમાનું…

  • પ્રેમનો બદલો પ્રેમ જ હોય

    સુનિલના ફાર્મહાઉસના બંગલામાં ખુબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતુ ગમતું, રિયલી આઈ લવ યુ…! જા જુઠ્ઠાડો…કયારેય ફોન પણ નહોતો કરતો ત્યાં પેલી ધોળીઓ પાછળ ફરતો હશે. અમે કયાંથી યાદ આવીયે. સોનાલીએ સુનીલના ગાલ ખેંચતા વહાલભરી રીસ વ્યકત કરી. ત્યાં મારી પાસે સ્ટડી અને જોબ સિવાય ટાઈમ જ…

  • શિરીન

    પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો…