શિરીન

‘તને કંઈ રાંધતા આવેછ કે, છોકરી?’
‘જી, ઘણુ…ઘણું સરસ તો નહી જ પShirinણ થોડું ઘણું રાંધી શકું છુ.’
‘શું, આવી મોટી ઉખરા જેવી થઈ ને હજી બરાબર રાંધતા નથી આવડતું? હવે મીશતરી આગળ રોજ થોડું થોડું શીખી લેજે કે એ જ્યારેબી મહિનાની રજા પર જાય કે તું તેટલો વખત એની જગા લઈ શકે.’
ઝરી જુહાકે કરકસરની પોઈન્ટ પરથી જોતાં રોકડું પરખાવી દીધું, કે શિરીન વોર્ડન એ સાંભળી રાતી મારી જઈ નીચી મુંડીએ મૂંગી ઉભી જ રહી, કે તે મોટાં શેઠાણીએ ઘંટી વગાડી ફરી મેરી આયાને બોલાવી મંગાવી. તે આયા આવી કે તેવણે ‚બાબ સાથ જણાવી દીધું.
‘મેરી, આ છોકરીને જે ગોડાઉન આગળની સાઈડમાંની નાની ઓરડી ખાલી કીધીછ ત્યાં લઈ જા, ને એની પેટી ત્યાં રામા આગળ મુકાવી દેજે.’
‘પણ બાઈ, તે ઓરડીનાં બારણાંની ઈસ્ટાપરી બરાબર નહીં હોવાથી બારણું બંધ થઈ શકતું નથી.’
મેરી આયા જેવી નોકરાણીને તે બિચારી નવી કામ પર આવેલી છોકરી માટે દયા આવી ગઈ, પણ એ સાંભળી ઝરી જુહાકના તો નેન જ ફરી ગયા.
‘ઈસ્ટાપરી નથી તો શું થઈ ગયું? બારણાં બંધ કરીને એ શું અંદર કરવાની છે? જરા રતી અલગું રહી ગયું તો શું છે, ને તે બાજુથી શેઠ સિવાય જાયછેબી કોણ જે?’
એ છેલ્લું વાકય સાંભળી શિરીન વોર્ડનનું જિગર ધબકી ઉઠયું. પછી તેણી એક છુટકારાનો દમ ખેંચી તે શેઠાણીનો ‚મ મેરી આયા સાથ છોડી ગઈ. તે નાની જેવી ઓરડીમાં દાખલ થતાં ને સાથ શિરીન વોર્ડને ફીકરથી ફાલ ખાઈ જઈ તે આયાને કરગરીને કહી દીધું.
પ્લીઝ મેરી, આજનો પહેલો દિવસ હોવાથી તું મારી સાથે જ રહી કામ બતાવશે તો ઘણી આભારી થઈશ’
‘કંઈ નહીં તું ના બી, હું તારી સાથે જ રહીશ.’
તે આધેડ ઉંમરની મેરી આયાને તે છોકરીની દયા આવી ગઈ. એક વખતના તે લખપતિ શેઠિયા વિકાજી વોર્ડનને અમીર ફકીર સૌ કોઈ સારી રીતે પીછાણતું હોવાથી, ખુદ તેવણના બચ્ચાંનો આવા બૂરો હાલ જોઈ તે નોકરાણીનું જિગર દયાથી દાઝી ગયું.
ને શિરીન વોર્ડને પણ ઘણાં વખતનો દાબી રાખેલો તે દીબો અંતે ખાલી કરી નાખ્યો ને પોતાનાં બન્ને કોમલ કરોમાં માથું નાખી તેણી રડી પડી.
‘ઓ મેરી, હું…હું કેમ અત્રે રહી શકશ? મને ઘણી જ બીક લાગે છે.’
‘એ તો નવું નવું છે ને પહેલો દિવસ નવી નોકરી પણ હોવાથી બધાને જ એવી બીક લાગે પણ વખત જતાં તું તારા કામથી ટેવઈ જશે.’
‘ને મેરી, શું શેઠાણી ઘણાંજ સ્ટ્રીક છે?’
‘શેઠાણીના તો તું વાતજ નાં કરતી. મારી આટલી ઉંમરમાં મેં ઘણીક શેઠાણીઓ જોઈ હશે પણ તેણીનાં જેવી એક જાહેલ શેઠાણી તો બીજી કોઈ જ મેં નિહારી નથી ને તેથી જ ગામનું લોક તેણીને ઝરી જુહાકને નામે ઓળખે છે.
અને એ વાત તો ખરી જ હતી. ફિરોઝ ફ્રેઝરની માતાનું ખ‚ં આખું નામ ઝવેરા જમશેદજી ફ્રેઝર હતું, પણ તેઓનાં વઢકણાં સ્વભાવને લીધે તેઓ ઝરી જુહાકને નામે જ ઓળખાતા હતા.
કદાચ તેમના સ્વભાવને લીધે જ તેમનું રોજનું લોહી બળી જતું હોય તેમ દેખાવમાં પાતળા સોટી જેવાં, મધ્યમ કદનાં ઘઉંવર્ણા એક બાઈ હતા.
તેમના ધણી જમશેદજી, ઓફિસમાં એક ટાઈપિસ્ટ હોવાથી ટૂંક પગારમાં ઝરી જુહાક કરકસરથી સર્વનું ગુજરાન ચલાવતા.
ફિરોઝને નાનપણથી જ શીખવાનો ઘણો શોખ હોવાથી ને પોતાની હોશિયારીથી સ્કોલરશિપો મેળવી તે જવાન કોલેજમાં જઈ ગ્રેજ્યુએટ થઈ ગયો.
તેનાથી પાંચ વરસ નાની બેન દિલ્લા તથા તેણીથી બે વરસ નાની હિલ્લા ચાર પાંચ ચોપડી શીખી, પછીથી ઘેરનાં કામમાં ઝરી જુહાકે તેઓને લઈ લીધાં, ને તમામ ઘરની કેળવણી તેવણે તે બન્ને દુકતીઓને આપવા માંડી.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • પારસી ધર્મમાં શ્વાનનું મહત્ત્વ

    પારસી ધર્મમાં, શ્ર્વાનને ખાસ કરીને ફાયદાકારક, સ્વચ્છ અને પ્રામાણિક પ્રાણી તરીકે ગણવામાં આવે છે, જેનું સન્માન કરવું જોઈએ, સારી રીતે ખવડાવવું જોઈએ અને તેની કાળજી લેવી જોઈએ. શ્વાન જે ઘરમાં ઉપયોગી કાર્ય કરે છે તેના માટે તેની પ્રશંસા કરવામાં આવે છે અને તે વિશેષ આધ્યાત્મિક ગુણો ધરાવતો હોવાનું પણ જોવામાં આવે છે. શ્વાનની ત્રાટકશક્તિ શુદ્ધિકરણ…

  • દીની દોરવણી: નેક નૈયતનાં ભલાં પરિણામોની શાહનામામાં જણાવેલી વાર્તા

    નેક નૈયતથી, સંપુર્ણ ભલી મનશ્ર્ની (બુન્દે મીનશ્ર્ને)થી આજુબાજુ ભલી અસર પંથરાય છે અને બુરી નૈયતથી ભુંડી અસર પંથરાય છે, અને એકને એક કામ, જ્યારે ભલી નૈયતથી પાર પડે છે ત્યારે તે ભુંડી નૈયતથી નિષ્ફળ જાય છે, તેનો દાખલો આપણે શાહનામામાં બેહરામગોરના સંબંધની એક વાર્તામાં મલે છે. કહે છે કે એક વખત બેહરામગોર શેકાર કરતો કરતો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th March – 03rd April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે સાથે સાથે તમને તેની પાસેથી ફાયદો પણ થશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈને મદદ કરી શકશો. 13મી એપ્રિલ પહેલા સરકારી કામ પૂરા કરજો. ચાલુ કામકાજમાં ફાયદો મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની…

  • પારસી – એક કાલાતીત વારસો

    તમે જે નોંધ્યું તે પ્રથમ વસ્તુ એ છે કે કેમેરા-ઉસ્તાદ શાંતનુ દાસે આ સંપૂર્ણ ચિત્રોમાં પ્રવેશ કર્યો, જેમણે આપણી ગૌરવપૂર્ણ પારસી સંસ્કૃતિ, પરંપરાઓ અને લોકોના દસ્તાવેજીકરણ માટે, તેમની 20 પ્લસ વર્ષની કુશળતા અને પરિપૂર્ણ તકનીકોમાં ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. મુંબઇ, કોલકત્તા, ઉદવાડા, નવસારી, સુરત, નારગોલ અને સંજાણની મુસાફરી, શાંતનુના લોકપ્રિય ક્લિક્સમાં પારસી સમુદાયની…

  • Sports Round-Up

    CRICKET INDIAN PREMIER LEAGUE Royals Beat The Kings By 1 Run Spectators in Mohali witnessed an enthralling contest between Punjab and Bangalore. Winning the toss Punjab elected to field first. The Royals put up a fighting total of 175 runs on the board as AB de Villiers fired 64 runs in 35 deliveries. In reply,…

  • પ્રાર્થના કરવાની યોગ્ય રીત

    સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે…