જો તમારો જન્મ જૂનની ૧૮મી તારીખે થયો હોય

તમારે કયારેય પણ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. દરેક કાર્ય ધીરજથી અને શાંતિથી કરવું. તમે દરેક બાબતનું બારીક નિરીક્ષણ કરશો. દરેક બાબત માટે તમારા વિચારો સ્વતંત્ર હશે. ભાગીદારો સારા નહીં મળે. વિશ્ર્વાસઘાત થશે. તમે ભવિેય માટે સારી યોજનાઓ બનાવશો. તમારી બુધ્ધિ તીક્ષ્ણ હશે. માનસિક રીતે બીજાને હૈરાન કરી શકો એટલી બુધ્ધિ તમે ધરાવશો. બોલવામાં કે વાદવિવાદમાં તમને કોઈ નહીં પહોંચે. તમે હંમેશાં મોઢા પર સ્પષ્ટ અને સાચું કહેશો. કોઈની શરમ રાખશો નહીં. તમારા શત્રુઓ ઘણા હશે. તમે યાંત્રિક કાર્યો, કેમિકલ-કેમિસ્ટ કે રસાયણના જાણકાર થઈ શકશો. તમારી બોલવાની છટા આકર્ષક રહેશે તેમ જ કોઈપણ વર્ગની જ્ઞાતિની વ્યક્તિ પર તમે પ્રભાવ પાડી શકશો. ખરાબ સંગતથી તમે દૂર રહેશો. તમા‚ં લખાણ બીજાને પ્રિય થઈ પડશે. ભાઈ-બહેનનું સુખ મધ્યમ રહેશે. તમે લાંબો સમય એક કાર્ય પાછળ નહીં વેડફો. તમારે વધુ પડતા ઉદાર થવું નહીં. ચહેરાના હાવભાવ અંકુશિત રહેશે. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મુશ્કેલી વધુ આવશે. તમારો સ્વભાવ ઉતાવળિયો હશે. તમારે ઈલેકિટ્રકથી સંભાળવું પડશે. ૩૬ વર્ષની અંદર નાની માંદગી કે અકસ્માતના યોગો છે. પેટની માંદગીથી સંભાળવું જ‚રી છે.

 

શુંભ રંગ: લાઈટ ચોકલેટી કે ગ્રે, શુભનંગ: ગાર્નેટ

 

આ વર્ષોેમાં  કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૯, ૧૦, ૧૮, ૨૩, ૨૭, ૨૮, ૩૨, ૩૬, ૪૨, ૪૮, ૫૧, ૫૪, ૫૫, ૫૯, ૬૩, ૬૬, ૬૮, ૭૨,

 

– નુપુર

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 March, 2019 – 15 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે….

  • પાદશાહ કયુમર્સ

    આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પહલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શીખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગ્રંથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદૌસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયાં જમાનામાં પૈદા…

  • રતન તાતા માનવતાવાદી ચળકાટ ઉમેરે છે

    રતન ટાટાની દેખરેખ હેઠળ, દિવાળીની સાચી ભાવનાથી ટાટા ટ્રસ્ટે દરેક ભારતીય માટે કેન્સર સારવારની સુવિધાઓને સુલભ બનાવવાના પ્રયત્નોમાં, ભારતભરમાં હોસ્પિટલોમાં સસ્તી કેન્સર સારવાર અને મકાન માટે રૂ. 1,000 કરોડનું ભંડોળ દાનમાં આપ્યું. આસામ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ટૂંક સમયમાં નવી હોસ્પિટલો જોવા મળશે. રતન ટાટાની અંગત દેખરેખ હેઠળ આ પ્રોજેકટ કેન્દ્ર સરકારને અન્ય તમામ…

  • થાણેની પટેલ અગિયારીના કુવા પર આવા યઝદનું પરબ

    24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા  પટેલ અગિયારીના કુવા પર  આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ…

  • કદમી અથવા પ્રાચીન નવું વર્ષ

    પારસી ટાઈમ્સ તેના બધા વાંચકોને નવા વર્ષની હૃદયપૂર્વક સાલ મુબારક પાઠવે છે. આ નવું વર્ષ કોમમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ માટે લાવે તેવી શુભેચ્છા. એક કોમ તરીકે આપણી સંખ્યા ઓછી છે પરંતુ આપણે હમેશા તહેવારની ઉજવણી મોટા પાયે કરીને ‘સાચા બ્લુ બાવાજી’ બનીએ છીએ. આપણા માટે તો દરરોજ…